- દાદરા નગર હવેલી પેટા ચૂંટણીનું 75.51 ટકા મતદાન
- પેટા ચૂંટણીના 4 ઉમેદવારોનું ભાવિ EVM માં સિલ
- 2જી નવેમ્બરે થશે મતગણતરી હાથ ધરાશે
સેલવાસ : દાદરા નગર હવેલીમાં ગત 2019ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી વિજય બનેલા મોહન ડેલકરે વર્ષ 2021ની 22 મી ફેબ્રુઆરીએ મુંબઈની હોટેલમાં આપઘાત કરી લીધો હતો. મોહન ડેલકરના નિધન બાદ 8 માસ સુધી ખાલી પડેલી દાદરા નગર હવેલી લોકસભા સીટ પર 30 મી ઓક્ટોબરે નવા સાંસદ માટે મતદાન થયું હતું જેમાં 75.51 ટકા મતદાનયું(75.51 percent voting) નોંધાયું હતું. લોકસભા પેટા ચૂંટણીમાં(Lok Sabha by-election voting) ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP ના ઉમેદવારનું ભાવિ હાલ EVM માં સિલ થયું છે. EVM ને કરાડ પોલીટેક્નિક કોલેજ ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
ઉમેદવારોએ પોતપોતાના જીતના દાવા કર્યા
પેટા ચૂંટણીમાં ભાજપ માંથી મહેશ ગાવીત અને શિવસેના તરફથી કલાબેન ડેલકર મેદાને ઉતાર્યા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી મહેશ ધોડી અને BTP માંથી ગણેશ ભુજાડા એ ઉમેદવારી નોંધાવી હતી. 30 મી ઓક્ટોબરે યોજાયેલ મતદાનમાં મુખ્ય લડાઈ ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે લડાઈ હતી. જેમાં મતદાન પૂર્ણ થયા બાદ બંને પક્ષનાં ઉમેદવારોએ પોતપોતાના જીતના દાવા કર્યા હતાં.
પુરજોશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો
ચૂંટણીમાં ભાજપે દાદરા નગર હવેલી સીટ કબ્જે કરવા અશ્વિની વૈષ્ણવ, સી.આર. પાટીલ, પુરષોતમ રૂપાલા, દેવેન્દ્ર ફડણવીસ જેવા ધૂંરધર નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતાં. જેમાં જાહેરસભા, ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર સહિતનાં અનેક કાર્યક્રમો કરી મતદારોને પ્રલોભનો આપ્યાં હતાં. શિવસેનાએ પણ સંજય રાઉત, અનિલ દેસાઈ, આદિત્ય ઠાકરે જેવા ધુરંધર શિવસૈનિકોને મેદાને ઉતારી પુરજોશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
2જી નવેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે
મતદારોએ વહેલી સવારથી સાંજ સુધી પ્રદેશના 333 મતદાન બુથ પર મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ તમામ ચારેય ઉમેદવારોનું ભાવિ EVM માં સિલ થયું હતું. તમામ EVM ને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે કરાડ પોલીટેક્નિક કોલેજના સ્ટ્રોંગરૂમ માં સુરક્ષિત કરવામાં આવ્યા હતાં. 2જી નવેમ્બરે તમામ EVM ને ખોલી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ્ નોંધાયું
દાદરા નગર હવેલીમાં યોજાયેલ પેટા ચૂંટણીનું મતદાન 75.51 ટકા આસપાસ નોંધાયું છે. પંરતુ આ પહેલા વર્ષ 2019માં 79.59 ટકા, 2014માં 84.09 તો, 2009માં 73.23 ટકા નોંધાયું હતું. જેમાં વર્ષ 2009 અને વર્ષ 2014માં ભાજપે વિજય મેળવ્યો હતો. જ્યારે 2019માં અપક્ષ સાંસદ સ્વર્ગીય મોહન ડેલકરે વિજય મેળવ્યો હતો. આ વિજયમાં બંને ઉમેદવારો વચ્ચે 2019માં સરેરાશ માર્જિન 8.19 ટકા રહ્યું હતું. જ્યારે 2014માં 3.83 ટકા અને 2009માં તો માત્ર 0.56 ટકા માર્જિન થી હરીફ ઉમેદવાર વિજેતા બન્યો હતો. ત્યારે આ વખતે આ માર્જિન કેટલા ટકા રહેશે તે તો હવે 2જી નવેમ્બરે મતગણતરી બાદ જ જાણવા મળશે. આ વખતે શહેરી વિસ્તાર સેલવાસમાં મતદાન શુષ્ક રહ્યું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
આ પણ વાંચો : સરદારની શાનમાં ધબકતું કેવડીયા, આજે આ કારણોથી વૈશ્વિક ઉંચાઈએ પહોંચ્યુ...
આ પણ વાંચો : ...અને આખરે કોરોનાની જંગ સામે 4 મહિનાના જુગલે મેળવી જીત