ETV Bharat / state

સેલવાસના લાયન સફારી પાર્કની સિંહણ સોનલે લીધા અંતિમ શ્વાસ, વનવિભાગે અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય - Sonal

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ સ્થિત વાસોણા લાયન સફારી પાર્કની શાન 20 વર્ષની સિંહણ સોનલે 11 જૂનના મધરાતે 11:55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સોનલના નશ્વર દેહનું પોસ્ટમોર્ટમ કરી વનવિભાગના અધિકારીઓએ અશ્રુભીની આંખે તેની અંતિમક્રિયા આટોપી શ્રદ્ધાંજલિ આપી હતી.

સેલવાસના લાયન સફારી પાર્કની સિંહણ સોનલે લીધા અંતિમ શ્વાસ
author img

By

Published : Jun 12, 2019, 7:47 PM IST

વાસોણા લાયન સફારી ખાતે બાળ વયથી વૃદ્ધ અવસ્થા સુધી પ્રવાસીઓ માટે અકર્ષણનું કેન્દ્ર રહેલી સિંહણ સોનલે 11મી જૂનના અંતિમ શ્વાસ લીધા હતા. સોનલ વયમર્યાદાને કારણે છેલ્લા 25 દિવસથી બીમાર હતી. જેની વનવિભાગ અને નવસારીના ડોકટર દ્વારા સતત સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે જિંદગી સામેનો જંગ લડી રહેલી સિંહણ સોનલ મોત સામે હારી જતા આખરે તેણે પોતાની આંખો સદાયને માટે મીંચી લીધી છે.

સેલવાસના લાયન સફારી પાર્કની સિંહણ સોનલે લીધા અંતિમ શ્વાસ
સેલવાસના લાયન સફારી પાર્કની સિંહણ સોનલે લીધા અંતિમ શ્વાસ

સોનલના મોતના દુઃખદ સમાચારે ફકત સફારી માજ નહીં પણ પ્રકૃતિપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને લાયન સફારીની મુલાકાત વેળાએ સોનલની ડણક સાંભળનારા પ્રવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. મંગળવારની મધરાતે 11 : 55 કલાકે સોનલે દેહ ત્યાગ કર્યાની જાણકારી સફારી અધિકારી વિજય પટેલે આપી હતી. સોનલનું પોસ્ટમોર્ટમ ડો. વિજય પરમારે કરી સોનલના નશ્વર દેહને વનવિભાગને સોંપતા વનવિભાગના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ વિધિ પૂર્વક સોનલના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે દાદરા નગર હવેલીમાં વાસોણા સફારીની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ સોનલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. એક પછી એક પોતાના સાથી મિત્રો ગુમાવ્યા પછી સોનલે જિંદગી સામે ટક્કર ઝીલી હતી અને 20 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. હવે સોનલની અંતિમ વિદાય બાદ સફારીમાં એકમાત્ર સિંહણ ગિરજાની હાજરી છે. સોનલના મૃત્યુ બાદ હાલ સફારીમાં સંભળાતી ત્રાડ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે.

સોનલના મૃત્યુથી વનવિભાગના અધિકારીઓમાં શોકનું મોજું પ્રસર્યું છે. આ શોકમય દિવસે પ્રકૃતિપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સોનલના સંસ્મરણો વાગોળી શોકમય હૃદયે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Slug :- સેલવાસના લાયન સફારી પાર્કની શાન સિંહણ સોનલે લીધા અંતિમ શ્વાસ, વનવિભાગે અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય

Location :- દાદરા નગર હવેલી, સેલવાસ 

સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ સ્થિત વાસોણા લાયન સફારી પાર્કની શાન 20 વર્ષની સિંહણ સોનલે 11 જૂનના મધરાતે 11:55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સોનલના નશ્વર દેહનું પોસ્ટમોર્ટમ કરી વનવિભાગના અધિકારીઓએ અશ્રુભીની આંખે તેની અંતિમક્રિયા આટોપી શ્રદ્ધાંજલિ આપી હતી.

વાસોણા લાયન સફારી ખાતે બાળ વયથી વૃદ્ધ અવસ્થા સુધી પ્રવાસીઓ માટે અકર્ષણનું કેન્દ્ર રહેલી સિંહણ સોનલે 11મી જૂનના અંતિમ શ્વાસ લીધા હતા. સોનલ વયમર્યાદાને કારણે છેલ્લા 25 દિવસથી બીમાર હતી. જેની વનવિભાગ અને નવસારીના ડોકટર દ્વારા સતત સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે જિંદગી સામેનો જંગ લડી રહેલી સિંહણ સોનલ મોત સામે હારી જતા આખરે તેણે પોતાની આંખો સદાય ને માટે મીંચી લીધી છે.

સોનલના મોતના દુઃખદ સમાચારે ફકત સફારી  માજ નહીં પણ પ્રકૃતિપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને લાયન સફારીની મુલાકાત વેળાએ સોનલની ડણક સાંભળનારા પ્રવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. ગઈકાલે મધરાતે 11 : 55 કલાકે સોનલે દેહ ત્યાગ કર્યાની જાણકારી સફારી અધિકારી વિજય પટેલે આપી હતી. સોનલનું પોસ્ટમોર્ટમ ડો. વિજય પરમારે કરી સોનલના નશ્વર દેહને વનવિભાગને સોંપતા વનવિભાગના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ વિધિ પૂર્વક સોનલના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીમાં વાસોણા સફારીની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ સોનલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. એક પછી એક પોતાના સાથી મિત્રો ગુમાવ્યા પછી સોનલે જિંદગી સામે ટક્કર ઝીલી હતી. અને 20 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. હવે સોનલની અંતિમ વિદાય બાદ સફારીમાં એકમાત્ર સિંહણ ગિરજાની હાજરી છે. સોનલના મૃત્યુ બાદ હાલ સફારીમાં સંભળાતી ત્રાડ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે.

સોનલના મૃત્યુથી વનવિભાગના અધિકારીઓમાં શોક નું મોજું પ્રસર્યું છે. તો,આજે આ શોકમય દિવસે પ્રકૃતિપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સોનલના સંસ્મરણો વાગોળી શોકમય હૃદયે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Photo file
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.