ETV Bharat / state

રાષ્ટ્રપતિને આવકારવા સેલવાસ રિવરફ્રન્ટને રોશનીથી શણગારવામાં આવ્યો - રાષ્ટ્રપતિને આવકાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુલાકાતે આવવાના હોવાથી સેલવાસમાં દમણગંગા રિવરફ્રન્ટ અને નરોલી માર્ગને રોશનીથી શણગારવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિને આવકારવા સેલવાસ રિવરફ્રન્ટ પર કરાયો રોશનીથી શણગાર

author img

By

Published : Feb 15, 2020, 10:59 PM IST

સેલવાસ: રાષ્ટ્રપતિ 17મી ફેબ્રુઆરીએ દમણની મુલાકાત બાદ સાંજે સેલવાસના રિવરફ્રન્ટ પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને રિવર ફ્રન્ટ અને નરોલી બ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. સાથે જ રિવરફ્રન્ટ પર પણ રોશનીની ઝાકમઝોળ સેલવાસવાસીઓના મન મોહી રહી છે.

રાષ્ટ્રપતિને આવકારવા સેલવાસ રિવરફ્રન્ટ પર કરાયો રોશનીથી શણગાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણગંગા રિવરફ્રન્ટ પર સાંજે 8 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. જે બાદ નજીકમાં જ આવેલ દમણગંગા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. મળતી વિગતો પ્રમાણે 18મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણગંગા સર્કિટ હાઇસમાં વહેલી સવારે શહેરના પ્રબુદ્ધ નાગરિકોને મળશે. જે બાદ તેઓ સેલવાસથી દિલ્હી જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.