- અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનાર ડેલકરની અલવિદા
- ડેલકરના મોત થી પ્રદેશમાં શોકનો માહોલ છવાયો
- 7 ટર્મ પોતાના બળે સાંસદપદ શોભાવ્યું હતું
દાદરા નગર હવેલી : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટેલ સી-ગ્રીનમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ દાદરા નગર હવેલીમાં અરેરાટી મચી ગઈ છે. મોહન ડેલકરના મૃતદેહ સાથે ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી છે. મુંબઈ પોલીસે ડેલકરના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ સાથે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મોહન ડેલકર માટે એટલું ચોક્કસ કહી શકાય કે, તે રાજકારણમાં લોકપ્રિય નેતા હતાં. દાદરા નગર હવેલીમાં તે પોતાના વ્યક્તિત્વ પર 7 વખત લોકસભામાં સાંસદ બન્યા હતાં.
JDU સાથે ગઠબંધન કર્યું હતુંવર્ષ 2019માં લોકસભામાં અપક્ષ ચૂંટણી લડી મોહન ડેલકરે જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2020માં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ ખેલાયો ત્યારે, JDU સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે પત્રકાર પરિષદમાં ETV ભારતે લોકસભામાં રાજીનામાની વાત કરનારા મોહનભાઇ અચાનક ચૂંટણી લડવા માટે JDUને સમર્થન આપવા કેમ આગળ આવ્યાં તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં મોહનભાઈએ કહ્યું હતું કે હું, આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છું. પ્રશાસનની તાનાશાહી સામે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યાં સિવાય મેદાન નહિ છોડું. પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરોમોહન ડેલકરના આ શબ્દોએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. તે બાદ ખેલાયેલા ત્રિપાખિયા જંગમાં મોહન ડેલકર સમર્થીત JDUના ઉમેદવારોએ જ્વલંત વિજય પ્રાપ્ત કરી જિલ્લા પંચાયત કબ્જે કરી હતી. લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી 7મી વખત MP બનેલા મોહન ડેલકરે જે તે વખતે એવું પણ જણાવ્યું હતું કે, તે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા સિવાય પદનો ત્યાગ નહિ કરે. આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છે. જે અડધું મેદાન છોડીને ક્યારેય નહિ જાય, તેનેપદનો કોઈ મોહ નથી, લોકોની સમસ્યા હલ કરવામાં રસ છે. પોતાનો મોભી ગુમાવ્યો હોય તેવું શોકનું મોજું નોંધનીય છે કે, રાજકારણમાં લડાયક મિજાજ રાખી ચૂંટણીમાં પોતાના બળે અને ખુદના વ્યક્તિત્વ પર સત્તા મેળવતા રહેલા મોહન ડેલકર દાદરા નગર હવેલીમાંથી 7મી વખતના સાંસદ હતાં. આદિવાસી નેતા તરીકે લોકોના પ્રિય નેતા હતાં. 1989થી રાજકારણમાં સક્રિય હતાં. આવા લડાયક મિજાજના ડેલકરે શા માટે આત્મહત્યાનું પગલું ભર્યું તે સવાલ પ્રદેશની જનતામાં ઉઠ્યો છે. પ્રશાસનિક અધિકારીઓ દ્વારા તેમને અનેકવાર અપમાનિત કરાયા હોવાની વાત પણ એણે હિંમતથી લોકસભામાં રજૂ કરી હતી. ક્યારેય કોઈની સામે ઝુક્યા ન હતા. જોકે, હવે તે પ્રદેશની જનતા વચ્ચે રહ્યા નથી. તેમના નિધનના સમાચારથી દાદરા નગર હવેલીએ જાણે પોતાનો મોભી ગુમાવ્યો હોય તેવું શોકનું મોજું પ્રસર્યું છે.