- સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે મતદાન
- 4 પક્ષોમાંથી ભાજપ અને શિવસેના વચ્ચે ટક્કર જામશે
- 333 બુથ પર યોજાશે મતદાન પ્રક્રિયા થશે
સેલવાસ : દાદરા નગર હવેલી(Union Territory Dadra Nagar Haveli)માં લોકસભાની પેટા ચૂંટણી(Voting for the Lok Sabha by-elections) માટે 333 બુથ પર તમામ જરૂરી સુવિધાઓને આખરી ઓપ આપી દીધો હોવાનું અને સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દીધી હોવાનું દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી અને દાદરા નગર હવેલી કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું.
સવારનાં 7 વાગ્યાથી સાંજનાં 7 વાગ્યા સુધી મતદાન યોજાશે
આવતીકાલે 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલીમાં ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ અંગે દાદરા નગર હવેલીનાં કલેકટર અને ચૂંટણી અધિકારી રાકેશ મીનહાસે જણાવ્યુ હતુ કે, સવારનાં 7 વાગ્યાથી સાંજનાં 7 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ મતદાન માટે 333 પોલિંગ બુથ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક બુથ પર પ્રિસાઈડિંગ ઓફિસર સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ, IRBN ની બટાલિયન સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.
9 જેટલા અતિસંવેદનશીલ બુથ છે
મતદાનનાં દિવસે કોઈ અનિચ્છનીય ઘટનાં ના બને કોઈપણ પક્ષ મતદારોને કોઈ પ્રલોભન ના આપે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દાદરા નગર હવેલીમાં આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાયુ છે. દાદરા નગર હવેલીમાં 333 બુથ માંથી 9 જેટલા અતિસંવેદનશીલ બુથ છે જેને લઈ ત્યાં વધુ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી
આ પેટા ચૂંટણીમાં ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને BTP એમ 4 પક્ષો મેદાનમાં છે. જેમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર મહેશ ગાવીત(BJP candidate Mahesh Gavit) અને શિવસેના તરફથી ચૂંટણી લડી રહેલા દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર વચ્ચે થવાનો છે. બંને પક્ષોએ આ ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એડીચોંટીનું જોર લગાવ્યું છે.
આ પણ વાંચો : યુ.એન.મહેતા હોસ્પિટલનું ફેક ફેસબુક પેજ બનાવી ડૉક્ટરે અફવા ફેલાવી, સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
આ પણ વાંચો : હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ- કોલસાનો ઉપયોગ ઘટાડી કુદરતી ગેસનો ઉપયોગ વધુ કરવો જોઈએ