ETV Bharat / state

બાલદેવી સ્મશાનગૃહમાં પ્રફુલ પટેલના પૂતળાને અગ્નિસંસ્કાર આપી સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો - Praful Patel News

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મોહન ડેલકરના સમર્થકો પ્રફુલ પટેલના પૂતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. રવિવારે ડેલકરના સમર્થકોએ બાલદેવી સ્મશાન ગૃહમાં પ્રફુલ પટેલના પૂતળાને ચિતા પર સુવડાવીને લાકડી- પથ્થરના ફટકા મારીને, આંખો ફોડીને અગ્નિસંસ્કાર આપ્યા હતાં.

Daman
Daman
author img

By

Published : Mar 14, 2021, 7:21 PM IST

Updated : Mar 14, 2021, 8:14 PM IST

  • ડેલકર સમર્થકોના જલદ કાર્યક્રમો
  • પ્રફુલ પટેલના પૂતળાને ચિતા પર સુવડાવી અગ્નિસંસ્કાર આપ્યા
  • બાલદેવી સ્મશાનગૃહમાં કરાયા અગ્નિસંસ્કાર

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ ડેલકરની આત્મહત્યા બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ડેલકર સમર્થકો દરરોજ કેન્ડલ માર્ચ યોજીને સાંસદને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તો પ્રફુલ પટેલના પૂતળા દહન કરી, અગ્નિસંસ્કાર આપીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.

બાલદેવી સ્મશાનગૃહમાં પ્રફુલ પટેલના પૂતળાને અગ્નિસંસ્કાર અપાયો

સમર્થકોએ લાકડા ફટકા મારી આંખો ફોડી

દાદરા નગર હવેલીના પાટનગરમાં સાંસદ મોહન ડેલકરના સમર્થકો પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળા બાળી પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી આક્રોશ ઠાલવી રહ્યાં છે, ત્યારે રવિવારે બાલદેવી સ્મશાન ગૃહ ખાતે સ્થાનિક લોકોએ એકઠાં થઈ પ્રશાસક પ્રફુલ પટેલનું પૂતળું તૈયાર કરીને તે પૂતળાને સ્મશાન ગૃહમાં ચિતા પર સુવડાવી લાકડીઓ, પથ્થરોના ફટકા મારી, આંખો ફોડીને અગ્નિદાહ આપ્યો હતો.

બાલદેવી સ્મશાનગૃહ
બાલદેવી સ્મશાનગૃહ

પ્રફુલ પટેલને ફાંસી આપવાની કરી માગ

સ્થાનિકોએ પોતાનો આક્રોશ ઠાલવતા આ જલદ કાર્યક્રમ સાથે પ્રફુલ પટેલને ફાંસી આપવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આદિવાસી નેતા મોહન ડેલકરની આત્મહત્યા બાદ તેમના મૃતદેહને બાલદેવી સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં હતાં.

બાલદેવી સ્મશાનગૃહ
બાલદેવી સ્મશાનગૃહ

આ પણ વાંચો : સેલવાસમાં ક્રિકેટ પ્રેમીઓએ પ્રફુલ પટેલના પૂતળાનું દહન કર્યુ

Last Updated : Mar 14, 2021, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.