ETV Bharat / state

સંઘપ્રદેશના પ્રશાસનિક અધિકારીઓની આંતરિક બદલીમાં અધિકારીઓને એક સાથે વધુ ચાર્જ સોંપાયા - Gujarat

સેલવાસ : સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રશાસનિક અધિકારી તરીકે ફરજ બજાવતા કલેકટર, ડેપ્યુટી કલેકટર અને વિવિધ વિભાગના સચિવની આંતરિક બદલી કરાઇ છે. જેથી  તમામ પ્રશાસનિક અધિકારીઓ નવા વિભાગોમાં ફરજ બજાવશે.

સંઘપ્રદેશના પ્રશાસનિક અધિકારીઓની આંતરિક બદલીમાં અધિકારીઓને એક સાથે વધુ ચાર્જ સોંપાયા
author img

By

Published : Jun 28, 2019, 5:55 AM IST

Updated : Jun 28, 2019, 1:26 PM IST

સેલવાસના પ્રફુલ પટેલ દ્વારા કરાયેલી આંતરિક બદલીમાં દાદરાનગર હવેલીના લોકપ્રિય કલેકટર કન્નન ગોપીનાથનના સ્થાને દમણના કલેકટર સંદીપકુમાર સિંહને મૂકવામાં આવ્યા છે. જ્યારે દમણના કલેકટર તરીકે દાદરાનગર હવેલીના ડેપ્યુટી કલેકટર રાકેશ મીનહાસને બઢતી આપવામાં આવી છે. દાદરાનગર હવેલીના લોકપ્રિય કલેકટર કન્નન ગોપીનાથનને દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઉર્જા સચિવ સિવાય બીજા વધારાનો ચાર્જ સોંપાયો છે. તો પ્રજાપ્રિય કલેકટરની બદલી થતાં દાદરાનગર હવેલીના લોકોમાં ગમગીનીનું મોજું ફેલાયું છે.

સંઘપ્રદેશના પ્રશાસનિક અધિકારીઓની આંતરિક બદલીમાં અધિકારીઓને એક સાથે વધુ ચાર્જ સોંપાયા
સંઘપ્રદેશના પ્રશાસનિક અધિકારીઓની આંતરિક બદલીમાં અધિકારીઓને એક સાથે વધુ ચાર્જ સોંપાયા

આ ઉપરાંત દાનિક્સ હર્ષિત જૈનને દમણ-દીવનાં નિર્દેશક અને શિક્ષણ ઉપસચિવના પદ પરથી મુક્ત કરાયાં છે. તેમના સ્થાને IAS અધિકારી સલોની રાઈને નિયુક્ત કરવામાં આવ્યાં છે. શિક્ષણ સચિવ પદે રહેલા પૂજા જૈનને OIDC ની જવાબદારી સોંપાઈ છે. તો પ્રશાસકના સલાહકાર એસ.એસ. યાદવ સંભાળતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને શિક્ષણ સચિવની જવાબદારી એ. મુથમ્માને સોંપાઈ છે. ત્યારે એસ.એસ યાદવે સેન્ટ્રલ ડેપ્યુટશન માટે અરજી કરતા તે ટૂંકમાં જ વિદાય લેવાના છે.

દમણ-દીવ અને દાદરાનગર હવેલીના નાણાં સચિવ તેમજ માહિતી અને પ્રસારણનો હવાલો દેવિન્દર સિંહને સોંપાયો છે. તો દીવના ડેપ્યુટી કલેકટર ડોક્ટર અપૂર્વ શર્માને સેલવાસના રેસીડન્ટ ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત કરી તેમના સ્થાને દીવના નગરપાલિકાના ચીફ ઓફિસર વંદના રાવને વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દમણ - દીવ અને દાદરાનગર હવેલીમાં એક પ્રશાસનીક અધિકારી પાસે એકથી વધારે વિભાગોના ચાર્જ છે. જેમાં નાણાં સચિવ દેવિન્દર સીંહ પાસે સચિવ તરીકેના વધારાના 8 ચાર્જ છે. એ ઉપરાંત સેક્રેટરી કમ ડિરેક્ટરના 2 ચાર્જ અને ડિરેક્ટરનો એક ચાર્જ છે. એ મુથમ્મા પાસે સેક્રેટરી તરીકે 4, સેક્રેટરી કમ ડિરેકટર તરીકે 2 ચાર્જ ડિરેકટર અને મેમ્બર સેક્રેટરી તરીકે 1-1 ચાર્જ છે.

કલેકટર સંદીપ કુમાર પાસે 15 જેટલા વધારાના ચાર્જ છે. એ જ રીતે અન્ય અધિકારીઓ પાસે પણ 5 થી 9 જેટલા વધારાના ચાર્જ છે. તેમ છતાં પ્રશાસક પ્રફુલ પટેલે વધારાના વિભાગો માટે નવી ભરતીને પ્રાધાન્ય આપવાને બદલે એ જ વધારાના ચાર્જ માટે અધિકારીઓની આંતરિક બદલી કરી નાખી છે. પારદર્શક વહીવટના નામે કરાયેલ આ બદલીઓ જે તે અધિકારી કે સચિવ માટે મુશ્કેલ ફરજ બનશે. જેની ગંભીર અસર કામગીરી પર થવાની શક્યતાઓ અન્ય સરકારી અધિકારીઓએ વ્યક્ત કરી રહ્યાં છે.

Intro:સેલવાસ :- સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પ્રશાસનિક અધિકારી તરીકે ફરજ બજાવતા કલેકટર, ડેપ્યુટી કલેકટર અને વિવિધ વિભાગના સચિવની આંતરિક બદલી કરી દેતા હવે આ તમામ પ્રશાસનિક અધિકારીઓ નવા વિભાગોમાં નવા સ્થળે પોતાની ફરજ બજાવશે.

Body:પ્રફુલ પટેલ દ્વારા આંતરિક બદલીના ચિપાયેલા ગંજીપામાં દાદરા નગર હવેલીમાં લોકપ્રિય કલેકટર કન્નન ગોપીનાથનના સ્થાને  દમણના કલેકટરે સંદીપકુમાર સિંહને મુક્યા છે. જ્યારે, દમણના કલેકટર તરીકે દાદરા નગર હવેલીના ડેપ્યુટી કલેકટર રાકેશ મીનહાસને બઢતી સાથે મુકવામાં આવ્યાં છે.  દાદરા નગર હવેલીના લોકપ્રિય કલેકટર કન્નન ગોપીનાથનને દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઉર્જા સચિવ સિવાય બીજા વધારાનો ચાર્જ સોંપાયો છે. આ પ્રજાપ્રિય કલેકટરની બદલી થતા દાદર નગર હવેલીના લોકોમાં ગમગીનીનું મોજું ફેલાયું છે.

 આ ઉપરાંત દાનિક્સ હર્ષિત જૈનને દમણ-દીવનાં નિર્દેશક અને શિક્ષણ ઉપસચિવના પદ પરથી મુક્ત કરી તેમના સ્થાને IAS અધિકારી સલોની રાઈને નિયુક્ત કરવામા આવ્યાં છે. શિક્ષણ સચિવ પદે રહેલા પૂજા જૈનને OIDC ની જવાબદારી સોંપાઈ છે. પ્રશાસકના સલાહકાર એસ.એસ. યાદવ પાસે રહેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને શિક્ષણ સચિવની જવાબદારી એ મુથમ્માને સોંપાય છે. એસ.એસ યાદવે સેન્ટ્રલ ડેપ્યુટશન માટે અરજી કરતા તે ટૂંકમાં જ વિદાય લેવાના છે.   

દમણ-દીવ અને દાદરાનગર હવેલીના નાણા સચિવ તેમજ માહિતી અને પ્રસારણનો હવાલો દેવિન્દર સિંહને સોંપાયો છે.

દીવના ડેપ્યુટી કલેકટર ડોક્ટર અપૂર્વ શર્માને સેલવાસના રેસીડન્ટ ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત કરી તેમના સ્થાને દીવના નગરપાલિકાના ચીફ ઓફિસર વંદના રાવને વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

 Conclusion:ઉલ્લેખનીય છે કે, દમણ - દીવ અને દાદરા નગર હવેલીમાં એક પ્રશાસનીક અધિકારી પાસે એક થી વધારે વિભાગોના ચાર્જ છે. જેમાં નાણાં સચિવ દેવિન્દર સીંહ પાસે સચિવ તરીકેના વધારા ના 8 ચાર્જ છે. એ ઉપરાંત સેક્રેટરી કમ ડિરેક્ટરના 2 ચાર્જ અને ડિરેક્ટરનો એક ચાર્જ છે. એ મુથમમાં પાસે સેક્રેટરી તરીકે 4, સેક્રેટરી કમ ડિરેકટર તરીકે 2 ચાર્જ ડિરેકટર અને મેમ્બર સેક્રેટરી તરીકે 1-1 ચાર્જ છે. કલેકટર સંદીપ કુમાર પાસે 15 જેટલા વધારાના ચાર્જ છે. એ જ રીતે અન્ય અધિકારીઓ પાસે પણ 5 થી 9 જેટલા વધારાના ચાર્જ છે. તેમ છતાં પ્રશાસક પ્રફુલ પટેલે વધારાના વિભાગો માટે નવી ભરતી ને પ્રાધાન્ય આપવાને બદલે એજ વધારાના ચાર્જ માટે અધિકારીઓની આંતરિક બદલી કરી નાખી છે. પારદર્શક વહીવટના નામે કરાયેલ આ બદલીઓ જે તે અધિકારી કે સચિવ માટે મુશ્કેલ ફરજ બનશે અને કામગીરી પર તેની ગંભીર અસર પડી શકે તેવી શક્યતા અન્ય સરકારી અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

Photo file
Last Updated : Jun 28, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.