ETV Bharat / state

સેલવાસમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના નાપાસ વિદ્યાર્થીઓએ મચાવી ધમાલ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં નાપાસ થયા હોય એ અંગે કલેક્ટર કચેરી સામે પાસ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેઓને RDC અપૂર્વ શર્માએ કુનેહપૂર્વક સમજાવી ઘરે રવાના કર્યા હતાં.

સેલવાસમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના નાપાસ વિદ્યાર્થીઓ મચાવી ધમાલ

author img

By

Published : Jun 8, 2020, 8:54 PM IST

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં શિક્ષણ વિભાગના સેલવાસ ટોકરખાડામાં આવેલા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ તોફાન મચાવ્યું હતું. એક તરફ વર્ષ 2020ની ફાઈનલ પરીક્ષા લેવામાં આવી નથી. જ્યારે દાદરા નગર હવેલી પ્રશાસન શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ દરેક વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં વિષય વાર જે ગુણ મેળવ્યા હોય તેમજ વિદ્યાર્થીઓના બીજા ગુણો લઈ તેમને 33 ટકા પર પાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સેલવાસમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના નાપાસ વિદ્યાર્થીઓએ મચાવી ધમાલ

પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં ડબલ ડિજિટ સુધી પણ માર્ક મેળવી નહોતા શક્યા. જેથી કરીને એમાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ભારત સરકાર દ્વારા HRD મંત્રાલયથી પ્રકાશિત સમાચારોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓએ ધોરણ 11ના પરીક્ષા લીધા વગર દરેકને પાસ કરવાનો હોવાની આશાએ વિદ્યાર્થીઓ રોડ પર ઉતર્યા હતા.

ટોકરખાડા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા અને ડેપ્યુટી કલેક્ટરને સાથે ચર્ચા કરી હતી અને કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગ દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા હોય તે પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ પાસ થાય એવી વ્યવસ્થાઓ ગોઠવવા રજૂઆત કરી હતી. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં ડબલ ડિજિટના માર્ક્સ પણ ન મેળવી શક્યા હોય એવા જ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે શાળામાં જઈ ધમાલ મચાવી હતી. દાદરા નગર હવેલીના SDM ડોક્ટર અપૂર્વ શર્માએ તમામ વિગતોની તપાસ કરવાની બાંહેધરી આપી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ દરેક વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાની પણ માંગ ઉઠાવી જીદ પકડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.