સેલવાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ 2020ના અવસરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના તમામ ગામના સરપંચ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રખોલી, ગલોન્ડા, કિલવણી ગામને એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
પંચાયતી રાજ દિવસ 2020 અંતર્ગત મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સરપંચોને સંબોધિત કર્યા હતાં. વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ મહામારીમાં સૌથી મોટી શીખ એ છે કે આપણે આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બન્યા વિના આ સંકટની ઘડીને નિવારવી મુશ્કેલ છે.
સરપંચો સાથે વાત કરતા તેમણે ગામમાં કોવિડ-19 વાઇરસ વિરૂદ્ધની લડાઈમાં સામાજિક દુરીને સરળ શબ્દોમાં પરિભાષિત કરતા "દો ગજ દુરી" નો મંત્ર આપ્યો હતો. આ અવસર ઉપર એકીકૃત ઇ-ગ્રામ રાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પોર્ટલ પંચાયતીરાજ મંત્રાલયની એક નવી પહેલ છે. જે તમામ ગ્રામપંચાયતોને એક ગ્રામ પંચાયત વિકાસ યોજના તૈયાર કરવા અને લાગુ કરવા માટે એકજ ઈન્ટરફેસ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અવસર પર સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાયો હતો. જે ગ્રામીણ ભારતના એકિકૃત સંપત્તિ સત્યાપન્ન સમાધાન પ્રદાન કરે છે. દાદરા નગર હવેલી જિલ્લા માટે આ ગર્વની ક્ષણ હતી. કેમ કે પંચાયતી રાજ દિવસ 2020 પર પંચાયતીરાજ મંત્રાલયે ત્રણ એવોર્ડ જાહેર કર્યા હતા. જેમાં પહેલો એવોર્ડ રખોલી ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. બીજો એવોર્ડ ગલોન્ડા ગ્રામ પંચાયતને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભાથી સન્માનિત કરાઇ હતી. ત્રીજા એવોર્ડ તરીકે કિલવણી ગ્રામ પંચાયતને બાલ સુલભ ગ્રામ પંચાયત પુરસ્કારથી સન્માનિત કરાઇ હતી.
ભારતના વડાપ્રધાનના આ સીધા પ્રસારણને જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત વિકાસ અને યોજના અધિકારી, શિક્ષા અધિકારી તથા જિલ્લા પંચાયતના અન્ય સ્ટાફે ઉત્સાહભેર નિહાળી હતી
પંચાયતી રાજ દિવસે દાદરા નગર હવેલીને મળ્યા ત્રણ એવોર્ડ - વડાપ્રધાન મોદી ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ 2020ના અવસરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના તમામ ગામના સરપંચ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રખોલી, ગલોન્ડા, કિલવણી ગામને એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.