દાદરા/નરોલી ચેકપોસ્ટ : ગુજરાતના અને વિશ્વમાં 1300 મંદિરો, 700 જેટલી હોસ્પિટલ, હોસ્ટેલ, શાળા કોલેજ બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે, "લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે છે, અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે". પ્રમુખ સ્વામી મહારાજના આ શબ્દો આજે કોરોના મહામારીમાં દાદરા નગર હવેલી માટે યથાર્થ ઠરી રહ્યા છે. વર્ષોથી પોતાના વતનને છોડી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને દેશમાં પ્રગતિના શિખરે લઈ જનાર હજારો પરપ્રાંતિયોને આ પ્રદેશના પ્રશાસનની માનવતાને નેવે મુકેલી કડકાઈએ રોડ પર રહેવા મજબૂર કરી છે.
કોરોના મહામારીમાં દાદરા નગર હવેલીના પ્રવેશદ્વારે માનવતા મરી રહી છે
કોરોના અથવા તો Covid-19 આ વાઇરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ શબ્દો આપણે રોજ સાંભળીએ છીએ. જોકે, કોરોના વાઇરસે માનવ સમાજમાં માનવતા પણ ખતમ કરી નાખી છે. એ આજે અમે તમને બતાવીશું. આ વીડિઓ જુઓ અને તેમાં લોકોની આજીજી સાંભળો.