- ધોળા દિવસે બોડેલીમાં ચોરી થતાં પંથકમાં ખળભળાટ
- બે મકાનમાં ચોરી કરી ચોર થયાં ફરાર
- બોડેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
છોટાઉદેપુરઃ બોડેલીના છોટાનગર સોસાયટીમાં રહેતા પરેશભાઈ તડવી ડ્રાઈવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પત્ની છાયાબેન સવારના નવ વાગ્યાની આસપાસ ઘરના કામમાં વ્યસ્ત હતાં ત્યારે તેઓના ઘરની સામે રહેતા ચંદુભાઈ બારીયાના ધરે અચાનક બૂમાબૂમ થતાં છાયાબેન દરવાજો ખુલ્લો મૂકી ચંદુભાઈના ધેર ગયાં હતાં. તે સમયે સ્થાનિક રહીશો ચોર ગાંધી જીન તરફ ગયા તેવી બૂમાબૂમ કરતાં હતાં. છાયાબેન ગાંધી જિન તરફ ગયાં હતાં. જ્યાં કોઈ નજરે પડ્યું હતું જ્યારે છાયા બેન તેઓના ધરે આવતા તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હતો. તેમ જ ચંદુભાઈના ધેર પણ ચોરોએ નિશાનો બનાવી ચોરી કરી ફરાર થયાં હતાં.
- લાખોની ચોરી કરી ચોરો થયાં ફરાર
છાયાબેનના ધેર તિજોરી તેમ જ લોકરમાં મુકેલ સોના દાગીના તેમ જ રોકડ મળી કુલ 1,02000 તેમ જ ચંદુભાઈના ઘરેથી રોકડા 15000 મળી કુલ 1,17,000 ચોરી કરી ચોરો ફરાર થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
- પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
બનાવની જાણ બોડેલી પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરેશભાઈએ બોડેલી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના છોટાનગરમાં ધોળા દિવસે બે મકાનમાં ચોરી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના છોટાનગર સોસાયટીમાં ધોળા દિવસે બે મકાનને તસ્કરોએ નિશાનો બનાવી લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયાં છે. ચોરોના તરખાટથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગે બોડેલી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.