ETV Bharat / state

State Level Competition: છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ - પોષણક્ષમ વાનગીઓ

છોટાઉદેપુરમાં આવેલી તાલુકા શાળા નં.1માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા(State Level Competition) યોજવામાં આવી હતી. છોટાઉદેપુરમાં જિલ્લાની છ તાલુકાની તમામ શાળાઓએ રસોઇ સ્પર્ધામાં ભાગ લીધો. અગાઉ તાલુકા કક્ષાની રસોઇ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયેલી ટીમોને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે આમંત્રિત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

State Level Competition: છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ

author img

By

Published : Mar 29, 2022, 9:05 PM IST

છોટાઉદેપુર: કમિશનર, PM પોષણ યોજના, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુરમાં આવેલી તાલુકા શાળા નં.1માં(Taluka school no.1 in Chhotaudepur ) છોટાઉદેપુરની જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા(State Level Competition) યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર(District Collector) સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer) ગંગાસિંઘે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા(Encouraged competitors) હતા. જિલ્લાની છ એ તાલુકાની છ શાળાઓએ જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો: Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત

બાળકો કૂપોષણમુકત બની શકે એવા આશયથી સ્પર્ધા યોજવામાં આવી - પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો(Primary school children) માટે અમલી PM પોષણ યોજના(PM nutrition plan) અંતર્ગત બાળકોને શાળામાં જ બપોરે ભોજન આપવામાં આવે છે. જેનું મેનુ ફિક્સ હોય છે. રસોઇ સ્પર્ધાનો મુખ્ય આશય શાળામાં કાર્યરત મધ્યાહ્ન ભોજન સંચાલક(Mid Day Meal manager), રસોયણ, મદદનીશ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ અલગ અલગ પોષણક્ષમ વાનગીઓ(Nutritious recipes) બનાવીને બાળકોને ખવડાવે છે. તેમજ મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકો માટે ફાળવવામાં આવતા અનાજ તથા શાકભાજીનો ઉપયોગ કરી બહેનો અલગ અલગ સ્વાદિષ્ઠ અને પોષણક્ષમ વાનગીઓ બનાવે જેથી બાળકો હોંશે હોંશે જમે અને કૂપોષણમુકત બની શકે એવા આશયથી સ્પર્ધા યોજવામાં આવી હતી.

કૂક કમ હેલ્પર બહેને ભાગ લીધો - જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા અગાઉ તાલુકા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલી ટીમોને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં 5 મધ્યાહ્ન ભોજન સંચાલક અને 1 કૂક કમ હેલ્પર બહેને ભાગ લીધો હતો. સહભાગી બહેનોએ તેમની રસોઇકળાને પ્રદર્શિત કરતી અવનવી વાનગીઓ બનાવી હતી.

આ પણ વાંચો: Demand For Mid Day Meal : અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં વ્યાપક સમસ્યા, બાળકો ભૂખથી વલવલી રહ્યાં છે

ઢોકળા અને કોબીજના મુઠીયાની વાનગીને નિર્ણાયકો દ્વારા પ્રથમ ક્રમ આપ્યો - આ સ્પર્ધામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્ર નંબર 151ના સંચાલક મંજુલાબેન વિશ્રામભાઇ પરમારે બનાવેલી ઢોકળા અને કોબીજના મુઠીયાની વાનગીને નિર્ણાયકો દ્વારા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. દ્વિતીય ક્રમે મધ્યાહ્ન ભોજન કેન્દ્ર ક્રમાંક 38ના સંચાલક રાયલીબેન અકીલભાઇ રાઠવા દ્વારા બનાવવામાં આવેલ વેજીટેબલ પુલાવ અને કઢીને આપવામાં આવ્યો હતો. જયારે તૃતીય ક્રમે મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્ર ક્રમાંક 99ના સંચાલક રમીલાબેન ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા બનાવવામાં આવેલ દુધીના મુઠીયા અને મીકસ શાકને આપવામાં આવ્યો હતો.

સ્પર્ધકોને પારિતોષિક અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કર્યા - જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને અનુક્રમે રુપિયા 10,000, રુપિયા 5000 અને રુપિયા 3000નું રોકડ પારિતોષિક અને પ્રમાણપત્ર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.