છોટાઉદેપુર:"પતિ પત્ની ઔર વો"નો વધુ એક કિસ્સો છોટા ઉદેપુરથી સામે આવ્યો છે. પિપલેજ ગામના જંગલની સીમમાં પરણિત મહિલાનો દયનીય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પરણિત મહિલાના પરિવારજનોએ પોલીસ કોન્સ્ટેબલ પતિએ તેના પ્રેમિકા સાથે મળીને હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલનો અન્ય યુવતી સાથે સંબંધ: ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પતિ છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેમને અન્ય યુવતી સાથે છેલ્લાં એક વર્ષથી પ્રેમ સંબંધ હોય છે. આ વાત મહિલાને ન ગમતાં બન્ને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતા. ત્યારે આ સંબંધમાં મૃતક મહિલા આડખીલીરૂપ બનતાં કોન્સ્ટેબલ પતિએ શરીરે ઘા મારી હત્યા કરી હોવાની પ્રાથમિક તપાસ સામે આવી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનોના આક્ષેપ: મૃત્યુ પામનાર કેળીબેનના પિયરના પરિવારજનોના આક્ષેપ પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી કેળીબેનના પતિ વરસનભાઇનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોય હતો અને બન્ને સાથે રહેતા હતા. કેળીબેન બન્નેના સંબધમાં આડખીલીરૂપ હોય તીક્ષણ હથિયારથી હત્યા કરી છે. પોતાના બાળકોને મતાવિહોણા કરી દીધા હોવાનો આક્ષેપ મહિલાના પિયરીયાઓ કર્યો છે. મૃતક કેડીબેનના મૃતદેહને પેનલ પી એમ અર્થે વડોદરા ખાતેની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મૃતકના પિયર પક્ષના પરિવારજનોએ મારનાર પોલીસ કોન્સ્ટેબલના ઘરનાં આંગણમાં જ મૃતક મહિલાના અગ્નિ સંસ્કાર કરવાની જીદ પકડી છે.
ગોંદરીયા ગામની સીમમાં જે લાશ મળી છે તે મારી બહેનની છે અને મર્ડર થયુ છે તેમ લાગે છે. વરસનભાઇ અમારા બનેવી છે. જેમના પર અમને શંકા જઇ રહી છે. જે બાબતે કડક કાર્યવાહી થાય અને ન્યાય મળે તેવી અમારી માંગ છે. તેવી અમે પોલીસ ફરીયાદ નોંધાવી છે. - વેરસિંગભાઇ રાઠવા, મૃતકના ભાઈ
જંગલમાં મૃત હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનાના શરીર પર 20થી 25 ઘા હતા. વન વિભાગના કર્મચારીએ પોલીસને જાણ કરતાં મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપેલ છે. આ હત્યામાં બીજા કોઈ સામેલ છે કે તેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. મૃતક મહિલાના પતિ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેની અટકાયત કરી વધુ તપાસ ચાલી રહી છે. - અરુણ પરમાર, PI, છોટા ઉદેપુર