ETV Bharat / state

છોટા ઉદેપુરના રોનવડ ગામમાં દીપડી કુવામાં પડી, વન વિભાગે રેસ્ક્યુ કરી

છોટા ઉદેપુરના રોનવડ ગામમાં દીપડી કુવામાં પડી ગઈ હતી. ત્યાર બાદ તેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી.

દીપડી કુવામાં પડી
દીપડી કુવામાં પડી
author img

By

Published : Jun 11, 2020, 6:53 AM IST

છોટાઉદેપુરઃ જિલ્લા વન વિભાગ હસ્તકમાં 80 દીપડાઓ જંગલમાં વસવાટ કરે છે. જેમાં મંગળવાર રાત્રે એક ચાર વર્ષની દીપડી રોનવડ ગામે રામસિંગ ભાઈના ખેતરમાં આવી પહોચી હતી. ખેતરની પાસે આવેલા કુવામાં રાત્રે પડી જતા આખી રાત કુવામાં રહી હતી. સદનસીબે કુવામાં એક પાટિયું હતું તેના પર બેસીને પોતાનો જીવ બચાવ્યો હતો. સવારે આર.એફ.ઓ હિતેન્દ્ર ચાવડાને જાણ થતાં છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા પોતાની ટીમ સાથે અડધો કલાકમાં સ્થળ પર પહોંચી ગયા હતા.

રોનવડ ગામમાં દીપડી કુવામાં પડી, વન વિભાગે રેસ્ક્યુ કરી

નિલેશ પંડ્યાની ટીમ દ્વારા ત્રણ-ચાર કલાકની મહેનત બાદ કુવામાં નિસરણી બનાવીને મુકતા દીપડી તેના પર ચઢીને બહાર નીકળી ગઈ હતી અને જંગલમાં જતી રહી હતી. દીપડી ગામમાં આવી જતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. દીપડીને પણ ગામ લોકોથી ભય લાગ્યો હશે. જેથી તે જંગલ તરફ નાસી છૂટી હતી. ત્યારે ગામ લોકોએ હાશકારો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.