- છોટાઉદેપુર જિલ્લાના આનંદપુરા ગામમાં નથી થતી ચૂંટણી
- સંખેડા તાલુકાના આ ગામમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નથી થઈ ચૂંટણી
- અહીં છેલ્લા 3 ટર્મથી મહિલા ટીમ જ સમરસ થાય છે
છોટા ઉદેપુરઃ અત્યારે રાજકીય પક્ષો ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections in Gujarat) જીતવાની રણનીતિ ઘડી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં એક એવું ગામ છે, જ્યાં આજ દિવસ સુધી કોઈ ચૂંટણી જ નથી (No Election in Chhota Udepur Village) થઈ. તમને આ વાત જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સત્ય છે. જિલ્લાની એક એવી ગ્રામ પંચાયત છે, જે પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ સમરસ થાય છે. એમાં પણ છેલ્લી 3 ટર્મથી તો મહિલા ટીમ જ સમરસ (Women's team Samaras in Anandpura village) થાય છે. અહીં સરપંચ, નાયબ સરપંચ અને સભ્ય પદે મહિલાઓની જ વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Valsad Gram Panchayat Election 2021: છેલ્લા દિવસે સરપંચ માટે 2,225 અને સભ્યો માટે 6,542 ઉમેદવારી નોંધાવી
તમામ સંસ્થાઓમાં નથી થતી ચૂંટણી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું આનંદપુરા ગામ એવું ગામ (Elections are not held in Anandpura village of Chhota Udepur) છે, જ્યાં માત્ર ગ્રામ પંચાયત જ નહીં, પરંતુ ગામની તમામ સંસ્થાઓમાં ચૂંટણી થતી જ નથી. ચૂંટણીની જગ્યાએ પસંદગી જ થાય છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બની છે. તેમાં પણ આ ટીમમાં તમામ મહિલાઓને જ ગામનું સુકાન સોપાયું છે. ગામના આગેવાનો જ ઉમેદવારીપત્ર આપવા જાય છે.
આ પણ વાંચો- Gram Panchayat election 2021: અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે તંત્રની તૈયારીઓ વિશે પત્રકાર પરિષદ યોજાઈ
ગામના આગેવાનોએ મહિલાઓને સોંપી કમાન
આનંદપુરા ગામમાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા (Elections are not held in Anandpura village of Chhota Udepur) આગેવાનો એકત્ર થયા હતા. આ વખતે પણ આગેવાનોએ સતત ત્રીજી વખત ગામની મહિલાઓ ઉપર વિશ્વાસ મૂકીને મહિલાઓને સરપંચ, નાયબ સરપંચ અને સભ્ય બનાવવાનું નક્કી કર્યું હતું. આ વખતે પણ આખી ટીમ જ મહિલાની નક્કી કરવામાં આવી હતી, જેમાં મધીબેન ભાઈલાલભાઈ તડવીને સરપંચ બનાવાયાં છે. જ્યારે બિનહરીફ બનેલા સરપંચ, નાયબ સરપંચ અને સભ્યોના સ્વાગત કરવા (Selection of women in Anandpura village elections) માટે જિલ્લા ભાજપના આગેવાનો પણ અહીંયા દોડી આવ્યા હતા.