ETV Bharat / state

વરસાદે છોટાઉદેપુરમાં છોતરા કાઢ્યા, પલાસણી કલીડોલી બ્રીજ તૂટ્યો મોઢલા ગામ સંપર્ક વિહોણું - Madhola Village

ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર (Massive Rainfall in Chhotaudepur) જિલ્લાના નસવાડી, કવાંટ, સંખેડા, અને બોડેલી તાલુકાના 16 જેટલાં માર્ગ બંધ કરાવાની સૂચના આપી દેવાઈ છે. ભારે વરસાદને લઇને નસવાડી તાલુકાના પલાસણી કલિડોલી બ્રીજ ધોવાઈ જતાં આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.બોડેલી તાલુકામાં સવારના 6 વાગ્યાં થી 4 વાગ્યાં સુધીમાં માં 411 મીમી ઍટલે કે 16 ઇંચ જેટલો વરસાદ વરસતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

વરસાદે છોટાઉદેપુરમાં છોતરા કાઢ્યા, પલાસણી કલીડોલી બ્રીજ તૂટ્યો મોઢલા ગામ સંપર્ક વિહોણું

author img

By

Published : Jul 10, 2022, 7:27 PM IST

Updated : Jul 10, 2022, 8:12 PM IST

વલસાડ/બોડેલીઃ સમગ્ર ગુજરાતમાં મેધકૃપા થઈ રહી છે. પરંતુ સતત અને સખત વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર જળબંબાકાર સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એક સમયે પ્રસન્નતાનો વરસાદ હવે પીડા (Massive Rainfall in Chhotaudepur) બની રહ્યો છે. નીચાણવાળા વિસ્તાર (Low lay Area in Valsad) તળાવમાં ફેરવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ પાસે વહેતી ઓરંગા નદી (River Flood in Oranga) બે કાંઠે ભયજનક સપાટી પરથી વહી રહી છે. જેના કારણે આસપાસના અનેક વિસ્તારમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં 10 કલાકમાં 16 ઈંચ વરસાદ પડતા ગામ આખું પૂરમાં ડૂબ્યું (Village from Central Gujara Sink) હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઈંચ અને ક્વાંટમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. સતત વરસાદ અને બ્રીજ તૂટવાને કારણે મોઢલા ગામ સંપર્ક વિહોણું થયું છે.

વરસાદે છોટાઉદેપુરમાં છોતરા કાઢ્યા, પલાસણી કલીડોલી બ્રીજ તૂટ્યો મોઢલા ગામ સંપર્ક વિહોણું

આ પણ વાંચોઃ નદીમાં ઘોડાપુર આવતા 20 ગામનો વાહનવ્યવહાર ખોરવાયો,બ્રીજ બન્ને છેડેથી ધોવાયો

નદી-તળાવ ઓવરફ્લોઃ મધ્ય ગુજરાતમાં એકધારા વરસાદને કારણે નદીનાળા તથા તળાવ છલકાઈ ગયા છે. રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આ સીઝનમાં સૌથી વધારે વરસાદ રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર થઈ છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. જ્યારે લોકો પણ હાલાકીમાં મૂકાયા હતા. સર્વત્ર જળસામ્રાજ્યને કારણે ગામ આખું બેટમાં ફેરવાયું હતું. બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા પરેશાની ઊભી થઈ હતી. પેટ્રોલપંપે પણ જળસમાધી લીધી હતી.

40 લોકોને બચાવાયાઃ વધુ માત્રામાં પાણી ભરાઈ જવાને કારણે 40 લોકોને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા છે. બોડેલીના મુખ્ય માર્ગો પર સરોવર ભરાયું હોય એવા ચિત્રો છે. પુષ્કળ વર્ષાને કારણે પલાસની કાળીડોળીના પુલનું ધોવાણ થયું છે. જેની માઠી અસર પરિવહન પર થઈ છે. રસ્તા અને લોકોના ઘર તો ઠીક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો છે. પાવી જેતપુર પાસે આવેલું ઝાબ નામનું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઝાબ પાસે આવેલો રાજવાસના ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Diversion Please: કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર ઠપ

વલસાડમાં NDRFનું ઑપરેશન: છેલ્લા એક અઠવાડિયાથી વલસાડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધરમપુરમાં બે દિવસમાં કુલ 16 ઈંચથી વરસાદ થતા પૂરની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં NDRFની ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. વલસાડના કાશ્મીરાનગર, બરૂડિયાવાડ અને ગોળીબાર વિસ્તારમાં નદીના પાણી ઘુસી જતા વિસ્તાર જળમગ્ન થયા છે. વલસાડમાં નગરપાલિકા તંત્રએ ખાસ સેલ્ટર હોમ તૈયાર કર્યા છે. લોકોને બચાવવા માટે ટીમ પહોંચી ગઈ હતી. નદીના પટમાં ખનન કરતું જેસીબી પાણીના વહેતા વહેણમાં ફસાઈ જતા એક વ્યક્તિ સતત 15 કલાક સુધી ત્યાં બેસી રહ્યો હતો.

સૌથી હાર્ડઑપરેશનઃ NDRFના અધિકારીએ કહ્યું કે, ટીમને જોઈને એ વ્યક્તિને આશા જાગી હતી. આ વ્યક્તિએ કહ્યું હતું કે, આટલું પાણી જોઈને તેણે બચી શકે એવી આશા જ મૂકી દીધી હતી. અમારી ટીમનું આ સૌથી હાર્ડ કહી શકાય એવું રેસક્યુ હતું. અમારી ટીમ બોટ લઈને ત્યાં સુધી પહોંચી હતી. કુલ મળીને 75 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. વઘઈમાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ થતા સર્વત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. બીજી તરફ વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર આંશિક ખોરવાયો છે.

આ પણ વાંચોઃ Rain In Valsad : વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોને કરાયા સ્થળાંતરિત

વેધર એલર્ટઃ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર અને પોરબંદરમાં વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર અને આણંદ પંથકમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે. જ્યારે 11મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી,દીવ, ભાવનગર, ગીર સોમનાથ તથા પોરબંદર પંથકમાં વરસાદ થઈ શકે છે.

એક નજર આ તરફ

  • બોડેલી ખાતે સવાર સાંજ સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં પરિસ્થિતિ ગંભીર
  • બોડેલી ખાતે બે એન. ડી. આર. એફની ટીમ, 1 અગ્નિશામક દળે બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યુ
  • નસવાડી અને પાવી-જેતપુર તાલુકામાં સ્થાનિક તરવૈયાની મદદથી બચાવ અને રાહત કાર્ય કરાયું
  • વલસાડમાં સતત વરસાદને કારણે વાહનવ્યવહાર આંશિક ખોરવાયો
  • વલસાડમાં રેસક્યુ કરાયેલા લોકોને રહેવા માટે સેલ્ટર હોમ ખોલાયા
  • આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના

Last Updated : Jul 10, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.