છોટા ઉદેપુર : પીએમ મોદી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે સ્થળ પર પહોંચ્યા, જ્યાં તેઓ છોટાઉદેપુરમાં જાહેર રેલીમાં સંબોધન કરી રહ્યા છે. તેમણે ભારત માતકી જય સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમાં કેમ છો બધાના સાદ સાથે જણાવ્યું કે ઘણા દિવસે બોડેલીમાં આવ્યો છું. પહેલા વર્ષમાં બે ત્રણ વાર બોડેલી ખાતે આવવાનું થતું હતું. ગામડાઓને વાઇફાઇ પહોંચાડવાનું કામ આજે પૂ્ર્ણ થયુ છે. આ ઇ-ગ્રામ, વિશ્વગ્રામની એક ઝલક છે. ગામડામાં રહેતા લાખો ગ્રામીણ લોકોને મોબાઇલ નવો નથી. છોકરો બહાર ભણતો હોય તો વીડિયો કોલથી વાત કરે છે. હવે તેમને વાઇ-ફાઇની સુવિધા મળવાની છે.
-
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023
વડાપ્રધાને જૂના દિવસો વાગોળ્યા : અહીં બધા એમ કહે છે કે, છોટાઉદેપુર જિલ્લો મોદી સાહેબે આપ્યો છે. લોકો આજે પણ યાદ કરે કે નરેન્દ્રભાઇએ અનેક યોજનાઓ આપી છે. CM હતો તે પહેલા પણ અહીંના લોકો સાથે નાતો સારો રહ્યો છે. પહેલા હું એક સામાન્ય નાગરિક તરીકે બસમાં આવતો હતો. લેલેદાદાની ઝૂંપડીમાં રહેતો હતો. છોટાઉદેપુર, સંતરામપુર, ગોધરા, હાલોલ અને કાલોલ જતો હતો, તેમજ જો સમય મળે તો કાયાવરણ જઇને ભોળેનાથના દર્શન પણ કરી આવતો હતો. આજે જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો છે. મે છોટાઉદેપુરની પરિસ્થિતિ ખૂબ નજીકથી જોઇ છે. સતામાં આવ્યા પછી આદિવાસી પટ્ટા માટે કામ કર્યા છે. ગરીબોના પડકારો શું હોય તે મને ખબર છે. તેમની સમસ્યાઓ દૂર કરવા હમેશા મહેનત કરુ છુ. દેશભરમાં ગરીબો માટે 4 કરોડથી વધારે પાકા મકાનો બનાવ્યા છે. પહેલાની સરકારમાં ગરીબનું ઘર એક ગણતરી હતી અને અમારી સરકારમાં ગરીબનું ઘર બને એટલે તેને ગરીમા મળે તેવું છે. આ ઘરો મારા આદિવાસી ભાઇ બહેનોને મળ્યા છે. આદિવાસીઓને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. પોતાની મરજી પ્રમાણેનું ઘર બનાવે છે. અત્યારે લાખો ઘર બહેનોના નામ પર થયા છે.
-
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023
વિકાસ કામોનું લોકાર્પણ કર્યું : બોડેલીથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં રુપિયા 5206 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કાર્યોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેમાં રૂપિયા 1426 કરોડના ખર્ચે સ્માર્ટરૂમ, કોમ્પ્યુટર લેબ બનાવાશે અને નવીન વર્ગ ખંડ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. 7500 ગામડાઓમાં વાઇ-ફાઇ સુવિધા શરૂ કરાશે, જેમાં 20 લાખથી વધુ લોકોને વાઇ-ફાઇની સુવિધાઓ મળશે. રૂપિયા 277 કરોડના માર્ગ અને મકાન વિભાગના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. રૂપિયા 251 કરોડના શહેરી વિકાસ વિભાગના કાર્યોનું લોકાર્પણ થયુ છે. રૂપિયા 80 કરોડના પાણી પુરવઠા વિભાગના કાર્યોનું લોકાર્પણ તથા દાહોદમાં નવોદય વિદ્યાલયનું લોકાર્પણ PM મોદીએ કર્યું છે. તથા દાહોદમાં નવા FM સ્ટુડિયોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
-
#WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel and state BJP president CR Paatil arrives at the venue, where he will address a public rally in Chhotaudepur pic.twitter.com/AwGHBizTet
— ANI (@ANI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel and state BJP president CR Paatil arrives at the venue, where he will address a public rally in Chhotaudepur pic.twitter.com/AwGHBizTet
— ANI (@ANI) September 27, 2023#WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel and state BJP president CR Paatil arrives at the venue, where he will address a public rally in Chhotaudepur pic.twitter.com/AwGHBizTet
— ANI (@ANI) September 27, 2023
કામોને વધું વેગ આપવામાં આવશે : એક એક ઘર દોઢ દોઢ બે બે લાખ રૂપિયાના બન્યા છે. મારી લાખો બહેનો લખપતિ દીદી બની ગઇ છે. મારા નામે હજુ ઘર નથી, દેશની લાખો દીકરીઓના નામે ઘર છે. આદિવાસી પટ્ટીમાં કહે નેવાના પાણી મોભે ન ચઢે. અમે નેવાના પાણી મોભે ચઢાવી નળથી જળ આપ્યુ છે. આજે હર ઘર ગુજરાતમાં પાણી પહોંચાડવાનો પ્રયત્ન છે. અહીં લોકો વચ્ચે જે કામ કર્યા તે દિલ્હીમાં ખૂબ કામ આવે છે. ત્યાંથી જે કામ કરું છું તે તમામ લોકોને ગમે છે. 10 કરોડ પરિવારોમાં પાઇપ લાઇન થકી પાણી ઘરો સુધી પહોંચે છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણને લગતા કામો વધુ થયા છે. છેલ્લા બે દશકમાં શિક્ષણ ક્ષેત્રે બહોળો વિકાસ થયો છે. ઉચ્ચ શિક્ષણ માટેના દાયરાને વિકસિત કર્યો છે. દેશમાં નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે. 3 દાયકાથી અટકેલા કામોને વેગ આપવામાં આવ્યો છે.