ETV Bharat / state

દારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા - દારુએ ભૂલાવ્યું ભાન

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં(Naswadi of Chhota Udepur district) દારૂ પીવા મામલે બોલાચાલી થતાં હત્યાની ઘટના(Killed after refusing to money for liquor) સામે આવી છે. વિનોદભાઈએ ગામના જ સ્થાનિક વિઠ્ઠલ રાઠવાએ પાસે દારૂ પીવા 20 રૂપિયા માંગતા તેમણે પૈસા આપવાની ના પાડી હતી. જેથી ગુસ્સે થયેલા ખાટલાની ઇસ વડે ફટકા મારીને વિનોદભાઈની હત્યા કરી હતી. જે મામલે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાટલાની ઇસ વડે ફટકા મારી હત્યા
દારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં હત્યા
author img

By

Published : Dec 13, 2022, 4:53 PM IST

દારૂ માટે પૈસાની ના પાડતાં ખાટલાની ઇસ વડે ફટકા મારી હત્યા

નસવાડી: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં(Naswadi of Chhota Udepur district) 20 રૂપિયા જેવી મામુલી રકમમાં હત્યા(Killed after refusing to money for liquor) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિનોદભાઈએ દારૂ માટે પૈસા આપવાની ના પાડનાર વિઠ્ઠલભાઈ રાઠવાની હત્યા કરી હતી. જે મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારુએ ભૂલાવ્યું ભાન: હરીપુરા વદેસિયા ખાતે રહેતા વિઠ્ઠલભાઈ રાઠવા પોતાના ભાણેજ અને તેના મિત્ર સાથે બાઈક ઉપર સવાર થઈ ગામમાં જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ગામના જ વિનોદભાઈ નાયકાએ બૂમ પાડીને ઊભા રાખી દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા હતા. વિઠ્ઠલભાઇ રાઠવાએ દારૂ પીવા પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી હતી. જેને લઇને વિનોદ અને વિઠ્ઠલભાઈ વચ્ચે બોલાચાલી થઇ હતી.

ખાટલાની ઇસ વડે ફટકા મારી હત્યા: આ બોલાચાલીમાં વિનોદભાઈ નાયકા ગુસ્સામાં આવી જઈ ખાટલાની ઇસ વડે વિઠ્ઠલભાઈ રાઠવાને મોઢા તેમજ માથાના ભાગે ઉપરાછાપરી ફટકા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. વિઠ્ઠલભાઈની સાથે રહેલા ભાણા મહેશભાઈ રાઠવા તેમજ તેમના મિત્ર યુવરાજ રાઠવા બચાવવા પડ્યા હતા પરંતુ વિનોદભાઈ તેમને પણ મારશે તેવી બીકે બન્ને જણા ખેતરમાં ભાગી ગયા હતા. ભાણા મહેશ રાઠવાએ ગામના આગેવાનને ફોન કરીને હકીકત જણાવતા નસવાડી પોલીસને જણ કરી હતી. નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જોતા વિઠ્ઠલભાઈ રાઠવા લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં પડ્યા હતા. નસવાડી પોલીસે લાશનો કબજો મેળવી વિનોદ નાયકા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.