રાજીત સાતવે સંબોધનમાં જણાવ્યું હતું કે, જેમને કોંગ્રેસ છોડી તેમને કોંગ્રેસની જનતાએ ઘર ભેગા કર્યા છે. તેમજ મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે ખેડૂતોને પાક વિમો આપવા માટે કેન્દ્ર સરકાર અડચણ ઉભી કરે છે. તો હવે કોણ રોકે છે તેવો સવાલ કર્યો હતો.
આ ઉપરાંત અમિત ચાવડાએ કાર્યકરોને જણાવ્યું હતું કે, ખેડૂતોના થયેલા નુકસાનને લીધે સરકાર માત્ર જાહેરાતો કરે છે. આ ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જનવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સરકાર દ્વારા પરિક્ષાઓ રદ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જયારે ભાજપની સરકાર આવે છે, ત્યારે મંદી આવે છે. તેમની ખોટી નીતિઓને લીધે, તેમજ ખેડૂતોની હાલાકી, બેરોજગારી, આર્થિક મંદી મોઘવારી બાબતે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું, ત્યારે આગામી દિવસોમાં સરકાર પર શું અસર પડે છે તે જોવાનું રહ્યું.