ETV Bharat / state

છોટાઉદેપુરના સંખેડામાં 3 કરોડના ખર્ચે બનેલા વિશ્રામગૃહનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ - ઈ-લોકાર્પણ કાર્યક્રમ

છોડાઉદેપુર જિલ્લાના સંખેડા (Sankheda, Chhota Udepur)માં 3 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્રામગૃહ (Rest house)નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ (E-Inauguration Program) યોજવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના હસ્તે આ વિશ્રામગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદ તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

3 કરોડના ખર્ચે બનેલા વિશ્રામગૃહનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

author img

By

Published : Oct 8, 2021, 2:55 PM IST

  • સંખેડા ખાતેના વિશ્રામગૃહનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ
  • 3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે વિશ્રામગૃહ
  • વિશ્રામગૃહનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

છોટાઉદેપુર: સંખેડા (Sankheda) ખાતે 3 કરોડના ખર્ચે જગવિખ્યાત સંખેડાના ફર્નીચર સાથે સંપૂર્ણ સુવિધાથી સજ્જ નવનિર્મિત વિશ્રામ ગૃહ (Rest House)નું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે 3 કારોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહમાં 5 ડિલક્સ રૂમ 2, VVIP રૂમ, 1 કોંફ્રન્સ રૂમ, 1 VVIP ડાઈનિંગ હોલ અને 1 સામાન્ય ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યા છે.

વિશ્રામગૃહનો ઈ-લોકાર્પણ કાર્યકર્મ યોજાયો

વિશ્વવિખ્યાત સંખેડાના ફર્નિચરથી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ આ નવનિર્મિત વિશ્રામગૃહનો આજે ઈ-લોકાર્પણ કાર્યકર્મ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સંખેડા ખાતે 3 વર્ષ પહેલા આ વિશ્રામગૃહનું ખાતમુહૂર્ત થયું હતું હવે 3 કરોડ રૂપિયાના ખર્ચે 3 વર્ષ બાદ તેનું કામ થયું છે. આ વિશ્રામગૃહમાં સંખેડાનું વિશ્વપ્રસિદ્ધ સોનેરી ફર્નિચર મુકવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં અનેક અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

વિશ્રામગ્રહ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધામાં છોટાઉદેપુરના ખેલાડીઓની થઇ પસંદગી

આ પણ વાંચો: છોટાઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, નસવાડીની શાળાના મેદાનમાં ભરાયા પાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.