- છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 95 મીમી વરસાદ
- નસવાડી તાલુકામા ગત રાત્રિ દરમિયાન ધોધમાર
- નસવાડીમાં 15 હજાર ચોરસ ફૂટ મેદાનમાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાયા પાણી
છોટાઉદેપુર: વરસાદને લઈને અશ્વિન નદીમાં પાણી આવ્યું હતું. જેને લઇને કુકાવટી થી વાઘિયા જવાનો લો લેવલ નો કોઝવે પાણી મા ગરકાવ થતા ખેડૂતો ,પશુપાલકો , ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે નસવાડીમાં 15 હજાર ચોરસ ફૂટ મેદાનમાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાયા પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામા અંદર જવાની મુશ્કેલી ઊભી થતાં શાળાએ આવેલા વિદ્યાર્થીઓ ને ઘરે પરત જવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, રોડ ઉપર કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો
આ અંગે અવાર નવાર તાલુકા ,જિલ્લા તંત્ર ને રજૂઆત કરવા છતાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાતા પાણીનો નિકાલ નહી કરાયો જેણે લઈને શાળાનાં મેદાનમાં વારંવાર પાણી ભરાઈ જાય છે. છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં ધોધમાર વરસાદ
- છોટા ઉદેપુર 51 મીમી 2.04 ઇંચ
- જેતપુર પાવી 03 મીમી
- સંખેડા. 58 મીમી 2.32ઇંચ
- નસવાડી. 97 મીમી 3.88 ઇંચ
- બોડેલી. 50 મીમી 2 ઇંચ
- કવાંટ. 59મીમી 2.36 ઇંચ