- છોટાઉદેપુર માં છેલ્લા બે કલાકમાં 2 ઈંચ વરસાદ
- છોટાઉદેપુર જિલ્લા માં 6 તાલુકા પૈકી 3 તાલુકામાં ધોધમાર વરસાદ
- સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતાં વરસાદી માહોલ
છોટાઉદેપુર: જિલ્લાના તાલુકા પૈકી 3 તાલુકામાં ધોધમાર વરસાદ, જેતપુર પાવીમાં 2.7 ઇંચ બોડેલીમાં 1.14 ઇંચ જયારે છોટા ઉદેપુર તાલુકામાં 2.71 ઇંચ, કવાંટ, નસવાડી અને સંખેડામાં વરસાદ શરૂ થયો હોવાની માહિતી મળી છે.
સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતાં જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો
ગઈકાલે ઉઘાડ નીકળતાં તાપને લઈને અસહ્ય ઉકળાટ બાદ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતાં જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના બોડેલી, ઢોકલીયા અને અલીપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ, બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી જતાં ખેડુતો ખુશ થયાં છે.
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી
વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જ બોડેલી, જેતપુર પાવી છોટા ઉદેપુર નગરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મેઘરાજાની પધરામણી થતાં જ ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ. જોકે ડાંગર નાં પાકને હજી વધુ વરસાદ ની જરૂર જણાય રહી છે... હજી પણ વધુ વરસાદ વરસે એવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat rain update: રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ