છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લામાં 337 પૈકીની 7 ગ્રામ પંચાયત (Gram Panchayat Election in chhotaudepur) સમરસ ગ્રામ પંચાયત બન્યાં બાદ આજે 230 ગ્રામ પંચાયતની સામન્ય અને 2 પેટા ચૂંટણી મળી કુલ 232 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી (Gram Panchayat Election 2021)યોજાઇ રહી છે, ત્યારે જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી માટે ચાર જેટલી મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે. જેમા મોડલ અભિનેત્રી એશ્રા નરહરી પટેલ પણ સરપંચ પદ માટે ઉમેદવારી (Sarpanch candidate Ashra Patel) નોંધાવી છે.
મોડેલ અભિનેત્રી એશ્રા પટેલે પણ કર્યુ મતદાન
મોડેલ અભિનેત્રી ગામડાંની ગલિયારીઓમાં ચૂંટણી (Model actress contesting for Sarpanch) લડી રહ્યા છે ત્યારે આજેે કાવિઠા ગામના 1938 જેટલાં મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ મતદાન કરવા ઉત્સાહ ભેર અને શાંતિ પૂર્ણ રીતે મતદાન કરી રહ્યાં છે, ત્યારે મોડેલ અભિનેત્રી એશ્રા પટેલે પણ મતદાન કર્યુ હતું.
એશ્રા પટેલ સાથે ETV Bharatની ખાસ વાતચીત
ETV Bharat સાથેની વાત કરતાં મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ (Model actress aeshra Patel) મુંબઈમાં મોડેલનું કેરિયર સંભાળશે કે ગ્રામ પંચાયતમાં સરપંચ પદ સંભાળશે નાં જવાબમાં જણાવ્યુ હતુ કે, તેને મોડેલનું કામ છોડી દીધું છે, અને તેના જે અધૂરા પ્રોજેક્ટ છે તેને પૂર્ણ કરશે. તેને વધુમાં કહ્યું હતું કે, તે સરપંચની ચૂંટણી હારી જાય તો પણ ગામના લોકો માટે કામ કરશે, અને ચૂંટણી જીતી જાય તો પણ ખુબ સારી રીતે ગામના લોકો માટે ગામના બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે કામ કરતી રહેશે, તેના માટે તેનુ ગામ જ સર્વસ્વ છે.
અભિનેત્રીમાં ગામ માટે કંઇક કરી બતાવાની અભિલષા છે
મોડેલ અભિનેત્રી એ જણાવ્યું હતું કે, આજે અમારા ગામમાં લોકશાહી મુજબ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ રહી છે. ગામ લોકોને મારા પ્રત્યે ખુબ પ્રેમ પણ છે અને જીત માટેનાં આશિર્વાદ પણ મળી રહ્યાં છે. મારે મારા ગામ માટે કંઈક કરવું છે, આજે મારા ગામના લોકોની મારી ઉપર જવાબદારી આવી પડી છે. ગામના મોટાં ભાગના લોકો ગરીબી રેખા નીચે જીવનારા છે, ગામ લોકોને એમના હક અધિકાર અપાવવા એ હવે મારું મિશન બની ગયું છે, હું ચૂંટણી હારું કે જીતુ પણ હવે હું લોકો માટે જીવું છું અને લોકો માટે કામ કરવું એ હવે મારો જીવન મંત્ર બની ગયો છે.
આ પણ વાંચો:
મોડેલ અભિનેત્રીએ સરપંચ માટે ઉમેદવારી કરતા છોટા ઉદેપુર ગ્રામ પંચાયતની ચુંટણી પણ ગ્લેમરસ બની
Gram Panchayat Election 2021: ગાંધીનગરમાં મતદાન પહેલા લોકોએ લીધી વેક્સિન