- છોટા ઉદેપુરમાં સીંગલાજા મીઠીબોર સામેના એક મકાનમાંથી દારૂ ઝડપાયો
- પોલીસે દરોડા પાડી કુલ રૂ. 16.74 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો
- પોલીસે દરોડા પાડતા તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા
છોટાઉદેપુરઃ જિલ્લામાંથી પ્રોહીબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા તેમ જ દારૂબંધીનો કડક અમલ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળતા પોલીસે સીંગલાજા મીઠીબોર ગામમાં એક મકાનના વાડામાં દરોડા પાડ્યા હતા. પોલીસને અહીં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 16,74,600નો જથ્થો પકડી પાડ્યો હતો. જોકે, પોલીસે દરોડા પાડતા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- સુરેશભાઈ કાળુભાઈ રાઠવા (રહે. સીંગલાજા, મીઠીબોર, છોટાઉદેપુર)
- કાળુભાઈ દેસિંગભાઈ રાઠવા (રહે. સીંગલાજા, મીઠીબોર, છોટાઉદેપુર)