છોટા ઉદેપુર: જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં એક નીલ ગાય (Narmada canal nil gay) તણાતા હોવાની જાણ થતાં કુતુહલ ફેલાયુ હતુ, જેથી લોકો એકત્રિત થતા વન્ય પ્રાણી નીલ ગાયને બચાવવા વન વિભાગ અને તંત્રને જાણ કરવામાં આવી હતી. નસવાડી વન વિભાગ (Naswadi forest department), મામલતદાર અને પશુ ડોકટર મેંઇન કેનાલ પર પોહચ્યા હતાં.
પાણીના ફોર્સમા ડૂબી ગઈ હોવાનું અનુમાન
નર્મદા કેનાલનાં પાણીમાં કલાકો સુધી નીલ ગાય તરતી દેખાઈ હતી, પરંતું આગળ ગેટ આવી જતાં ગેટ ફસાઈ ગઈ હોય આગળનાં પાણીનાં પ્રવાહમાં જોવા મળી નહીં, મેઇન કેનાલના ગેટમા નીલ ગાય જીવંત દેખાઈ હતી અને ત્યાંજ પાણીના ફોર્સમા ડૂબી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તંત્ર પાસે તરવૈયાનો અભાવ
સ્થાનિક તંત્ર (Chhotaudepur corporation) પાસે તરવૈયાનો અભાવ હોય અનેક વાર મેન કેનાલમાં કેટલીક વ્યક્તિ ડૂબી જવાના બનાવ બને છે, પરંતુ આવા બનાવમાં માણશો કે પ્રાણીઓને બચાવવા તંત્ર નિષ્ક્રિય પુરવાર થયું છે. ત્યારે વન્ય પ્રાણીને બચાવવાની વાત જ ક્યાં રહી? નર્મદા કેનાલમાં તણાતી નીલ ગાય જીવતી હતી પણ ગેટ પાર કરતા જોવા મળી નથી, જેથી નીલ ગાય મરણ પામી હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:
ડીસા એસ.ટી.ડેપોમાં ઊભેલી બસમાંથી યુવક-યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર
Subhash Chandra Bose Award: વડાપ્રધાન ગુજરાતની આપદા પ્રબંધન સંસ્થાને સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપશે