ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા સી.આર પાટીલનું બોડેલીમાં ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ શુક્રવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસની શરૂઆત કરી હતી. તેમને જિલ્લાના વિવિધ ગામો તેમજ તાલુકાઓની મુલાકાત કરી હતી, ત્યાર બાદ સી.આર પાટીલ બોડેલી ખાતે આવતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સી.આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા સી.આર પાટીલનું બોડેલીમાં ભવ્ય સ્વાગત કરાયું
છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા સી.આર પાટીલનું બોડેલીમાં ભવ્ય સ્વાગત કરાયું
author img

By

Published : Jan 2, 2021, 3:05 PM IST

  • સી.આર પાટીલે બોડેલી ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
  • સી.આર પાટીલે ભક્ત ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે બેઠક યોજી
  • બેઠક બાદ સી.આર પાટીલે સાથે ફોટો પડાવવા લોકોની પડાપડી

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ શુક્રવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસની શરૂઆત કરી હતી. તેમને જિલ્લાના વિવિધ ગામો તેમજ તાલુકાઓની મુલાકાત કરી હતી, ત્યાર બાદ સી.આર પાટીલ બોડેલી ખાતે આવતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સી.આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યા સી.આર પાટીલે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને બોડેલી નજીક આવેલ સ્કૂલ ખાતે બેઠક કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા સી.આર પાટીલનું બોડેલીમાં ભવ્ય સ્વાગત કરાયું
છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા સી.આર પાટીલનું બોડેલીમાં ભવ્ય સ્વાગત કરાયું

સી.આર પાટીલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર પાટીલ શુક્રવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસની શરૂઆત કરી હતી. સંખેડાના ગોલાગામડી ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી સી.આર પાટીલ જિલ્લાના લોટિયા, પાવીજેતપુર, છોટાઉદેપુર, કવાંટ, નસવાડીની મુલાકાત કરી હતી ત્યાર બાદ રાત્રે સી.આર પાટીલ બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગજાનંદ કોમ્પ્લેક્સ સામે આવેલા ભાજપ કાર્યાલય ખાતે આવતા કાર્યકર્તાઓ દ્વારા ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ સી.આર પાટીલે ભાજપ કાર્યકલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ભાજપના મહાનુભાવો સહિત સાંસદ ગીતાબેન રાઠવા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યાર બાદ બોડેલી નજીક આવેલા ભક્ત ઈંગ્લીશ મીડિય સ્કૂલ ખાતે સી.આર પાટીલે આગેવાનો, સંતો, વકીલો તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.

બેઠક બાદ સી.આર પાટીલ ફોટો સેશનનું આયોજન

બોડેલીના અલીપુરા વિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસન્સનો અભાવ જોવા મળ્યો હતો, ત્યાર બાદ બોડેલી નજીક આવેલા ભક્ત ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે સી.આર પાટીલે આગેવાનો, સંતો, વકીલો તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા બાદ ભાજપના કાર્યકર્તાઓ તેમજ લોકો સી.આર.પાટીલ સાથે ફોટો સેશનનું આયોજન કરાયું હતું. સી.આર પાટીલે પણ માસ્ક વગર ફોટો પડાવી રહ્યા હતા. સી.આર પાટીલ સાથે મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોઓ તેમજ લોકો ટોળે વળ્યા હતા. આ ફોટો સેશને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસી કી તૈસી કરાઈ હતી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સને ભૂલ્યા હતા. આમ છતાં વડાપ્રધાનના દો ગજ કી દૂરી સૂત્ર વિસરાયું હતું.

બોડેલી તાલુકામાં યોજાનારા કાર્યક્રમ મોકૂફ

બોડેલીના અલીપુરા વિસ્તારમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ સી.આર પાટીલ બોડેલી નજીક આવેલા સ્કૂલ ખાતે બેઠક કરી હતી, ત્યાર બાદ બેઠક પૂર્ણ કરી કોઈ કારણોસર સી.આર પાટીલ બોડેલીથી રવાના થયા હતા. તેઓના બોડેલી તાલુકામાં યોજાનારા બે કાર્યક્રમ હતા તે રદ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.