છોટા ઉદેપુરઃ દશરથ માંઝીનું નામ તો દરેક લોકોએ સાંભળ્યું જ હશે. દશરથ માંઝીએ એકલા હાથે આખો પહાડ તોડી ત્યાં રસ્તો બનાવી દીધો હતો. ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ એક યુવાને આવું જ કંઈક કામ કર્યું છે. જોકે, તેણે પહાડ નથી તોડ્યો, પરંતુ એકલા હાથે 40 ફૂટ ઊંડો કૂવો ખોદી નાખ્યો છે. એક તરફ રાજ્ય સરકાર હર ઘર નલ સે જલની વાત કરે છે. દરેક ઘરે પાણી પહોંચાડવાના દાવા કરે છે, પરંતુ આનાથી ઊલટી દશા જોવા મળી રહી છે છોટા ઉદેપુર જિલ્લામાં. અહીં નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા ખુશાલ ભીલ નામના વ્યક્તિ એકલાહાથે પાણી મેળવવા કૂવો ખોદી રહ્યા છે.
આ પણ વાંચોઃ પાણી માટે પરસેવો પાડ્યો દશરથ માંઝીએ જાત મહેનતથી કૂવો ખોદી નાંખ્યો
યુવાનનો પરિવાર ખુશઃ જોકે, તેમની આ વાત જાણીને સરકારે પણ આ વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી. સાથે જ કૂવાની બાજુમાં ખુશાલ ભીલને બોર કરી આપતાં તેમનો પરિવાર ખુશખુશાલ જોવા મળ્યો હતો. આ સાથે જ જિલ્લાના કડુલી મહુડી ગામના ખુશાલ ભીલ બીજા દશરથ માંઝી તરીકે ઓળખાઈ રહ્યા છે. આ ગામમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. તેને પહોંચી વળવા યુવાને જાતે જ કૂવો ખોદવાનું કામ શરૂ કર્યું હતું.
યુવક રાતદિવસ ખોદી રહ્યો છે કૂવોઃ આ યુવાને 4 મહિનામાં 40 ફૂટ ઊંડો કૂવો ખોદી નાખ્યો હતો. તેમ છતાં ખુશાલ ભીલને પાણી નથી મળ્યું. જોકે, વરસાદ આવે ત્યાં સુધી કૂવો ખોદવાનું મક્કમ મન બનાવી ખુશાલ ભીલ રાતદિવસ કૂવો ખોદી રહ્યો છે. આ કામમાં યુવકને તેની પત્ની પણ સાથ આપી રહી છે. આ અંગે યુવાન ખુશાલ ભીલે જણાવ્યું હતું કે, પાણી નહીં મળે તો વરસાદી પાણીનો સંગ્રહ કરી પશુપક્ષીઓને પાણી પીવા કામ લાગશે.
ગામ લોકો ખુશાલ ભીલ ને ગણાવી રહ્યાં છે બીજા દશરથ માંઝીઃ કુદરતની દેણમાં આપણને પાણી વિનામૂલ્યે મળે છે. એટલે આપણે પાણીના મૂલ્યને સમજી શકતા નથી. આપણે ત્યાં હજારો લીટર પાણી કોતરોમા વહે તો ક્યાંક પાણીનો વેડફાટ થાય છે, પરંતુ આપણે પાણીનું મૂલ્ય સમજતા નથી, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશના કડુલીમહુડી ગામનો એક ખેડૂત એકલા હાથે રાતદિવસ પાણી માટે કૂવો ખોદવા મજબુર બન્યો છે.
હેન્ડપંપ છે પણ પાણી નથીઃ આપને જણાવી દઈએ કે, નસવાડી તાલુકાના કડુલીમહુડી ગામના ઉપલા ફળિયામાં રહેતો ખુશાલ ભીલના વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની કોઈ સુવિધા નથી. તો પીવાના પાણી માટે પણ મુશ્કેલી છે. જોકે, ઘર પાસે હેન્ડપમ્પ તો છે પણ હેન્ડપંપમાંથી આવતું પાણી શુદ્ધ નથી. એટલે તે પરાઈ, ત્રિકમ, પાવડા, હથોડા, ખીલા અને તગારા લઈ રાતદિવસ કૂવો ખોદી રહ્યો છે.
2 મહિનામાં ખોદ્યો 30 ફૂટનો કૂવોઃ ખુશાલ ભીલ અને તેની પત્નીએ 2 માસમાં અંદાજિત 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો કૂવો ખોદી નાખ્યો છે. ખુશાલ ભીલને સિંચાઈનું પાણી મળે તેવો દ્રઢ વિશ્વાસ તો છે. પરંતુ કદાચ પાણી નહીં પણ મળે. તો ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને પશુપક્ષીઓને પાણી પીવે તોય મહેનત એડ઼ નહીં જાય તેવા હેતુ સાથે નાનું તળાવ બને તેવો આશય હોવાનું પણ ખુશાલ ભીલ જણાવી રહ્યા છે.
ડુંગરાળ વિસ્તારમાં સિંચાઈનો અભાવઃ નસવાડી તાલુકાનાના ડુંગરાળ વિસ્તારમા સિંચાઈની સુવિધાનો અભાવ હોય હાલ તો ખુશાલ ભીલ સરકારની કોઈ પણ મદદ વગર પાણી મેળવવા એકલા હાથે કૂવો ખોદી રહ્યો છે . ત્યારે આ આદિવાસી ખેડૂતને સરકાર આ કંઈક અંશે સહાયઆપે તે અત્યંત જરૂરી જણાય છેં.
આ પણ વાંચોઃ યુવકની હિંમતને ખાખીની સલામ, એકલા હાથે ચોર સામે લડનારા યુવકને કરાયો સન્માનિત
સરકાર ચલાવી રહી છે કાર્યક્રમઃ હાલ સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજ્યભરમાં જળ સંચયનાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે અતિ આંતરિયાળ વિસ્તારમાં આવેલા કડુલી મહુડીના ખુશાલ ભીલની પણ સરકારે મુલાકાત લઇ 22 ફેબ્રુઆરીએ જ્યાં ખુશાલ ભીલ જ્યાં કૂવો ખોદે છે. તેની બાજુમાં વાસ્મો વિભાગ દ્વારા બોર કરી આપવમાં આવ્યો હતો. એમાં 500 ફૂટે પાણી આવતા ખુશાલભાઈના પરિવારમાં ખુશી જોવા મળી છે.
જળસ્તર ઊંચા આવશેઃ આ બાબતે કૂવો ખોદનાર ખુશાલભાઈએ જણાવ્યું હતું કે, મેં ચાર મહિનાથી કૂવો ખોદવાનું ચાલું કર્યું હતું. 40 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો કૂવો ખોદ્યા બાદ તંત્ર દ્વારા મુલાકાત લેવાતા કૂવાની બાજુમાં સરકાર દ્વારા બોર કરી આપવામાં આવ્યો છે. ત્યારે આ અંગે તેમણે જણાવ્યું હતું કે, મારી મહેનતથી ખોદેલા કૂવામાં વરસાદી પાણી ભરાશે, જેને પશુપક્ષીઓ પીશે અને બોરમાં પાણીના જળસ્તર ઊંચા આવશે.