મંગળવારે છોટાઉદેપુર ખાતે નગરપાલિકાની સભ્ય માટેની પેટાચૂંટણીનું યોજાઈ હતું. લોકો સવારથી જ મત આપવા માટે લોકો મતદાન મથકે ઉમટ્યાં હતા. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા અને ભાજપના ગણપતભાઈ રાઠવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. દિવસ દરમિયાન 67.33 ટકા મતદાન થયું હતું. બન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સંગ્રામસિંહ રાઠવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, તથા રાજ્ય સભાના સાંસદ નારાયણ રાઠવાના પુત્ર છે. ચૂંટણીમાં નારાયણ રાઠવા પોતાના પુત્રને જીતાડવા માટે મહેનત કરી હતી. નગરપાલિકાના સભ્ય માટેની ચૂંટણીમાં 67.33 ટકા મતદાન થયું હતું. જેનું 24 ઓકટોબરે પરિણામ જાહેર થશે.