- તિરંદાજ એકેડમી ખાતે બિરસા મુંડાની 147 મી જન્મ જ્યંતીની ઉજવણી
- પ્રધાન રામચંદ્ર પ્રસાદે દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
- છોટાઉદેપુર જિલ્લાના જનજાતિના લોકો માટે શુભ કામના આપી
છોટા ઉદેપુરઃ ભગવાન બિરસા મુંડાની જન્મ જ્યંતી(Birth anniversary of Birsa Munda) નિમિત્તે ભારત સરકારના પ્રધાન રામચંદ્ર પ્રસાદે(Government Minister Ramchandra Prasad) નસવાડી ખાતે ઉજવણી કરવાનો જે મોકો મળ્યો તેને લઈ દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો.
અંગ્રેજો બિરસા મુંડા ને વિદ્રોહી ગણતા હતા
નસવાડી તાલુકાના તિરંદાજ એકેડમી(Archery Academy of Naswadi Taluka) ખાતે બિરસા મુંડાની 147 મી જન્મ જ્યંતી(Birsa Munda's 147th birth anniversary)ની સરકાર દ્રારા પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામચંદ્ર પ્રસાદે (Ramchandra Prasad)જણાવ્યું કે 15 નવેમ્બર 1875 ના રોજ બિરસા મુંડાનો જન્મ થયો હતો. સરદાર વલ્લભ ભાઈ પટેલ(Sardar Vallabh Bhai Patel) જેવા મહાનુભાવનો પણ આજ વર્ષમાં જન્મ થયો સરદાર પટેલે લોકોને એક કરવાનું કામ કર્યું હતું, ત્યારે આ સમય ગાળામાં અંગ્રેજોને જે ગુલામ બનાવ્યા હતા. તેમાં થી મુક્તિ આપાવવાનું કામ બિરસા મુંડાએ કર્યું હતુ. અંગ્રેજો બિરસા મુંડા(Birsa Munda) ને વિદ્રોહી ગણતા હતા પણ તેઓ દેશના લોકો માટે કાંતિકારી હતા.
સંસ્કૃતિ અને આદિવાસી નૃત્યને નિહાળી ભાવ વિભોર બન્યા
છોટાઉદેપુર જિલ્લાના જનજાતિના લોકો માટે શુભ કામના આપી હતી અને તેમની સંસ્કૃતિ અને આદિવાસી નૃત્યને( Tribal dance)નિહાળી ભાવ વિભોર બન્યા હતા. દેશના લોકોની સંસ્કૃતિ એક છે અને આત્મા પણ એક છે એમ તેઓ એ જણાવ્યું હતું.
કંગના રાણાવતે આઝાદી ભીખમાં મળી
કંગના રાણાવતે આઝાદી ભીખમાં મળી છે તે બાબતે તમારું શુ કહેવું છે, એ સવાલના જવાબમાં જણાવ્યું કે આઝાદીની લડાઈ લડી અને જે પલ માજ તેમનું મૃત્યું થયું હતું તેમને કહ્યું હતું કે તે પહેલા ઇતિહાસ જાણે છે.
આ પણ વાંચોઃ કોરોનાના 1 વર્ષ પછી DJ સંચાલકોના ધંધાએ પકડ્યો વેગ, કોરોના કાળમાં થયા હતા બેરોજગાર
આ પણ વાંચોઃ પશ્ચિમ રેલવેમાં રેગ્યુલર સેવા શરૂ, અમદાવાદથી ચાલે છે 85 ટ્રેન