- કેનાલોમાં પાણી લીકેજ થતા ખેડૂતો મુશ્કેલીમાં
- ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી
- કેનાલના સ્ટ્રકચરોમાંથી પાણી લીકેશ થતા પાણીનો થતો વેડફાટ
છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળે તે માટે સુખી સિંચાઈ યોજનાનો ડેમ બનાવવામા આવ્યો હતોઆ વર્ષે સારા વરસાદને લઇ ડેમ પણ છલોછલ ભરાયોછે પરંતુ વર્ષો જૂની કેનલોની મરામત ન કરાતા ઠેર ઠેર ગાબડાં તો કેટલીક જગયાએ કેનલોમાં લીકેજ થતાં પાણીનો પુસ્ક્ળ પ્રમાણમાં વેડફાટ થતાં ખેડૂતોને ભારે હાલાકીનો વેઠવાનો વારો આવ્યો છે.
સુખી સિંચાય યોજનાનો ડેમ કાર્યરત
ડુંગરવાંટ ગામ નજીક છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સુખી સિંચાય યોજનાનો ડેમ કાર્યરત થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી,પાવીજેતપુર અને પંચમહાલ જિલ્લાનાકેટલાખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળે તે માટે સુખી સિંચઇ યોજનાનો ડેમ બનવવામાં આવતા 20,701 હેક્ટર પિયત વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો હતો. જેને લઈ ખેડૂતોમા અનેરી ખુશી હતી. સિંચાઇનું પાણી મળતા ખેડૂતો આખું વર્ષ ખેતી કરી શકતા હતા.
અધિકારીઓની બેદરકારીને લઈ કેનલોમાં ગાબડાં
જે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચડવા માટે કેનલો બનાવી હતી. તે અધિકારીઓની બેદરકારીને લઈ કેનલોમાં ગાબડાં અને તીરડો પડી હતી. તો કેટલાક સ્ટ્રકચરોમાંથી લીકેજ થતાં પાણીનું અર્થવગરનું વહન થઈ રહ્યું છે પણ અધિકારીઓને જાણે ખેડૂતોની કઈ પડી ન હોઈ તેમ લાગી રહ્યું છે. તીરડો અને ગાબડાં પડી જતાં ખેડૂતોના ખેતર સુધી જે પાણી પહોંચવું જોઈએ તેના કરતાં પાણી કોતરોમાં વહી જાય છે. કેનલોમાથી લીકેજ થતું પાણી કેટલાક ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.કેટલાક ખેડૂતોના ખેતરોમાં તો બારે માસ પાણી ભરાઈ રહેતા આખું વર્ષ ખેતી કરી શકતા ન હોય જેને લઈ ખેડૂતોમા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે તંત્રમા ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં નક્કર પગલાં કોઈ ભરાતા નથી ખેડૂતોને જ્યારે રવી પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. તે વખતે ખેડૂતોની માંગણી કરી છતાં પાણી મળ્યું ન હતું આ વિસ્તારના ખેડૂતોએ બીજાના બોર કે કૂવામાંથી પાણી મજબૂત બન્યા હતા. હવે જ્યારે ખેડૂતોને પાણીની જરૂર નથી ત્યારે હવે પાણી છોડવામાં આવી રહ્યું છે અગાઉ તીરડો અને ગાબડાને રિપેર કરવામાં આવ્યા હોત તો ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
કેનાલોની મરામત નહિ થઈ તો અવનાર સમયમાં ખેડૂતોની હાલત કફોડી
સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે તો બીજી તરફ ખેડૂતોની સ્થિતિ કઈ અલગ છે શું રીતે ખેડૂતોની અવાક બમણી થશે ? સરકાર ખેડૂતો ની ચિંતા કરતી હોય તો વેડફાટ થઈ રહેલા પાણીને અટકાવી કેનલોની મરામત કરી જરૂરી સમય પર ખેડૂતોના ખેતર સુધી પોહચાળે નહી તો આવનારા સમયમાં આ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બનશે.