- બોડેલી તાલુકાની 26 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 106 ફોર્મ ભરાયાં
- જિલ્લા પંચાયતની 6 બેઠકો પર 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
- ભાજપના ઉમેદવારો સાથે ધારાસભ્ય અભેસિંહ તડવી પણ રહ્યા હાજર
બોડેલી: ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો તેમજ અસંખ્ય ટેકેદારો શનિવારે શુભ મુહુર્તમાં ઢોલ નગારા સાથે બોડેલી તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના ઉમેદવારો સાથે ધારાસભ્ય અભેસિંહ તડવી ખાસ હાજર રહ્યા હતા. બોડેલી તાલુકાની 26 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 106 ફોર્મ ભરાયાં હતા. જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે 28 ફોર્મ ભરાયાં છે. હવે સોમવારે ફોર્મની ચકાસણી હોવાથી કોના ફોર્મ રદ થાય છે તેના પર સૌની નજર છે. કેમ કે આ વખતે ફોર્મ ભરવાનું અટપટું હતું.
![ઉમેદવાર ખુલ્લી જીપમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સેવા સદન પોહચ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-cur-bodeli-rural-01-bodeliform-photostory-gjc1021_13022021232716_1302f_1613239036_681.jpg)