છોટાઉદેપુર : આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર હોળી (Tribal Holi celebration tradition) હોવાના નાતે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓમાં કહેવત છે કે દીવાળી તો અઠ્ઠે કઠ્ઠે, પણ હોળી તો ઘેર જ. આ કહેવત અનુસાર છોટા ઉદેપુર જિલ્લાનો આદિવાસી રોજગારી અર્થે દેશના ગમે તે ખૂણામાં ગયો હોય પરંતુ હોળીના (Tribal Holi celebration tradition) તહેવારમાં વતન પરત ફરે છે. તેમની હોળી (Big Drum of Chhotaudepur ) ઢોલ વિના શરુ થતી નથી કે પૂર્ણ (Holika dahan 2022 ) થતી નથી.
મહા મહિનાની પૂનમથી શરુ થઇ જાય છે તૈયારીઓ
આદિવાસી વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા (Tribal Holi celebration tradition)મુજબ મહા મહિનાની પૂનમથી હોળી સળગાવવાની જ્ગ્યાએ વાંસની ઉપર એક ધજા બાંધીને રોપવામાં આવે છે. જેને હોળીનો દાંડ કહેવામાં આવે છે, દાંડ રોપાયા બાદ મહા મહિનાની પૂનમથી ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે એક મહિના સુધી દરરોજ દાંડની ફરતે વાંસળી અને ઢોલના તાલે હલવા રમાય છે અને મહિલાઓ ગીતો ગાય છે. હોળીની જગ્યાએ રોપવામાં આવેલ દાંડની ઉપરની ધજા હોળી સળગાવે તે દિવસ (Holika dahan 2022 ) આ ધજાને અધ્ધર ઝીલવી લે તેને પુત્ર પ્રાપ્તિ થાય તેવી માન્યતા (Gujarat Holi Dhuleti 2022 ) હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે.
અંબાલાના યુવાનો બનાવી રહ્યાં છે મોટો ઢોલ
ઉત્સવપ્રિય વ્યક્તિત્વ ધરાવતાં આદિવાસીઓ દરેક તહેવાર ઉમંગ ઉત્સાહથી ઉજવાતા હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં હોળીનું વિશેષ મહત્વ હોય છે જેથી અંબાલા ગામના યુવાનો એક વધુ મોટો ઢોલ(Big Drum of Chhotaudepur ) બનાવી રહ્યાં છે. આ અંગે અંબાલા ગામના યુવા સરપંચ વેચાણભાઈ રાઠવા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારા ગામમાં પાંચ જેટલાં મોટા ઢોલ ઉપલબ્ધ છે. પરંતુ એ બધા ઢોલ અમારા પૂર્વજોએ બનાવેલા છે. અમારી યુવા પેઢી (Tribal Holi celebration tradition)પણ ઢોલ કેવી રીતે બનાવે તેનો અનુભવ થાય અને ભાવી પેઢી પણ ઢોલ બનાવતાં શીખે તે માટે અમારા ગામના દેવસ્થાને એક સેવનનું ઝાડ હતું એને અમે યુવાનોએ પૂજા વિધિ કરીને કાપીએ છીએ. એમાંથી 3 ફુટ લાંબો અને 2 ફુટ પહોળો એક ટુકડો તૈયાર કરી લાકડાનો વચ્ચેના ભાગને લોખંડની પરાઈથી થોડો થોડો ભાગ કોચવામાં આવે છે. વચ્ચેના ભાગનું લાકડું કોચીને (Making of Traditional Big Drum ) એક નવા ઢોલથી આ વર્ષે હોળી ઉજવવાની હોળી પૂર્વેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ડાંગનાં લિંગા સ્ટેટ રાજવીનું કંગન મળતાં હોળીની ઉજવણી કરાશે
હોળી પૂર્વે ભંગોરીયા મેળો ભરાય
છોટાઉદેપુર જિલ્લા ગ્રામીણ વિસ્તારોમાં હોળી પૂર્વે ભરાતા ભંગોરીયા મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ગામેગામના લોકો હોળીને ઉજવવા ઢોલ, (Big Drum of Chhotaudepur ) વાંસળી , તરતાલ બનાવવામાં મશગૂલ થઇ જતાં હોય છે. હોળીના મેળાઓમાં ઢોલ વગાડવાની સ્પર્ધાઓ થતી હોય છે તે માટે ઢોલની અત્યારથી જ (Tribal Holi celebration tradition) તૈયારીઓ કરવામાં આવે છે. મેળામાં ઢોલ સારો વાગે એવી માનતાઓ પણ દેવ સમક્ષ લેવામાં આવતી હોય છે. ઢોલ જો સારો ન વાગે તો ગામદેવતાની બાધા લેવામાં આવતી હોય છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપારા યથાવત