ETV Bharat / state

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે એટ્રોસિટિ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ - છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ

છોટાઉદેપુરમાં નગરપાલિકાના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ તથા અંબુભાઈ જયસ્વાલ સામે બાલુભાઈ શગં ભાઈ તડવી તથા સ્થાનિક લોકોએ એટ્રોસિટિ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

municipality
municipality
author img

By

Published : Feb 1, 2021, 8:17 AM IST

  • છોટાઉદેપુરમાં નગપરપાલિકાના પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
  • એટ્રોસિટિ અને છેતરપિંડીને લઈ નોંધાઈ ફરિયાદ
  • બાલુભાઈ તડવીએ નોંધાવી ફરિયાદ

    છોટાઉદેપુરઃ નગરપાલિકાના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ તથા અંબુભાઈ જયસ્વાલ સામે બાલુભાઈ શગં ભાઈ તડવી તથા સ્થાનિક લોકોએ એટ્રોસિટિ અને છેતરપિંડીની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે.

નગપરપાલિકાના પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ

ફરિયાદમાં જણાવાયું છે કે અમારો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસના બોટલોની અજેનસીનો ધંધો છે. નરેન જયસ્વાલ થતા અંબુ જયસ્વાલ સાથે સારા સંબંધ હોવાને લીધે તેઓ ની બજાર રોડ પર આવેલા મિલકતમાં આમારી ગીતા ગેસ અજેનસીની ઓફિસ છે. તેઓ ઓફિસે આવીને બેસતા અને કામકાજમાં પણ મદદ કરતા હતા. તેથી તેઓ ગેસ એજન્સીના તમામ વહીવટથી માહિતગાર હતા. 30 જાન્યુઆરીએ નરેનભાઈ જયસ્વાલ તથા અંબુભાઈ જયસ્વાલે અમારા ગોડાઉનમાં બળજબરીપૂર્વક ઘુસી તોડફોડ કરી હતી.

એટ્રોસિટિ અને છેતરપિંડીને લઈ નોંધાઈ ફરિયાદ

વધુમાં અરજીમાં જણાવાયું છે કે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી આમારી ગેસ એજન્સીના ધંધાને લાગતા તમામ દસ્તાવેજો ગુમ કરી દીધા હતાં. તેમજ આમારી ખોટી સહીઓ કરી પત્ર વ્યવહાર કરી અમારી ગીતાગેસ અજેન્સીના અગાઉના હિસાબો ન આપી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવામાં આવી છે. આ બાબતે અમારા દ્વારા પગલા લેવામાં આવતા તેમણે બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ઉપરાંત તેમણે અમારી જાતિ વિરુદ્ધ આપમાનજનક ઉચ્ચારણો કર્યા હતા.

નરેનભાઈ જયસ્વાલ હાલ નગરપાલિકાના પ્રમુખ હોય અને તા.18.01.2021 ના રોજ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હોવાથી પોલીસ ફરિયાદ થતા છોટાઉદેપુર નગરમાં તે ચર્ચાનો વિષય બન્યા છે. પોલીસ દ્વારા વિશ્વાસઘાત અને એટ્રસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.