- સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો
- ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
- સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા
છોટાઉદેપુર : જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યા આસપાસ ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
કારને દૂર ખસેડવા માટે JCB મશીનની મદદ લેવાઇ
છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે JCB મશીનની મદદ લેવી પડી હતી.
આ પણ વાંચો : વડોદરામાં વાઘોડિયા પાસે અકસ્માતમાં એકનું મોત, CCTV સામે આવ્યા
પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી
મધ્યપ્રદેશ પાસિંગની (MP 10 CA 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે જનમાર્ગ થયું એક્ટિવ
ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા
ST બસ કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. જોકે, બસમાં સવાર પ્રવાસીમાં કોઈને જાનહાનિ થઇ નથી. કારમાં ફસાયેલા લોકોને લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
આ પણ વાંચો -
- BRTS Accident : સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત
- અદાણી પોર્ટ પર લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન રેલવે એન્જિન ધડાકાભેર પટકાયું, આસપાસમાં લોકો હાજર હોવા છતાંય જાનહાનિ ટળી
- CCTV : રિક્ષાની ઠોકરે બાઈકચાલક જમીન પર પટકાયા , પાછળથી આવતો ટ્રક માથા પર ફરી વળ્યો
- બેકાબૂ ડમ્પરઃ ઝાલાવાડમાં ફૂટપાથ પર સૂઇ રહેલા મજૂર પરિવારને કચડી નાખ્યા, 3 બાળક સહિત 5ની મોત