ટાટ પરીક્ષાના વિદ્યાર્થી રવિ પટેલે કહ્યુ કે, પરિણામ મોડું આવતા શંકા જાય છે કે, આમાં પણ ભ્રષ્ટાચાર પણ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ અધિકારીઓએ કહ્યું કે, ચૂંટણીના કારણે પરિણામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. તેથી પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ પણ આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં ભ્રષ્ટાચાર થયો હતો. તેથીવિદ્યાર્થિઓને શંકા છે કે, ઝડપથી પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો, આ પરીક્ષામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવશે અને સાચા વિદ્યાર્થીઓને અન્યાય થશે.
રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રફુલ જલુએ કહ્યું કે, માધ્યમિક વિભાગ માટે જાન્યુઆરી મહિનાના અંતમાં ટાટ પરીક્ષા લેવામાં આવી હતી,પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જતા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી પણ માગવામાં આવી હતી, પરંતુ મળી ન હતી. હવે આચારસંહિતા હળવી થઈ ગઈ છે, ત્યારે આગામી સમયમાં મંજૂરી માટે ફાઈલ મોકલું છું, ત્યારબાદ મંજૂરી મળશે તો, પરિણામ જાહેર કરી દઈશું.