આ ચારેય ધારાસભ્યોમાં જોઈએ તો ખેરાલુના ભરતસિંહ ડાભી, અમરાઈવાડીના હસમુખ પટેલ, થરાદના પરબત પટેલ અને લુણાવાડા બેઠકના રતનસિંહ રાઠોડે ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે. ત્યારે હવે આ ખાલી રડેલી સીટ માટે ફરી વાર મતદાન કરવાની ફરજ ઊભી થઈ છે. આ ચાર બેઠકની સાથે સાથે અન્ય બે બેઠકમાં પણ પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી છે. જેમાં તાલાલા, દેવભૂમિ દ્વારકા અને મોરવાહડપનો પણ સમાવેશ થાય છે.
ધારાસભ્યમાંથી સાંસદ બનેલા 4 નેતાએ આપ્યા રાજીનામા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આયારામ ગયારામની સ્થિતિ જોવા મળતી હતી. કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપ સાથે જોડાઈ ગયા હતા.જેને લઈ રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ યોજવી પડી હતીં. રાજ્યમાં હજૂ લોકસભા ચૂંટણીનું હવા ઓછરી પણ નથી ત્યાં રાજ્યમાં ફરી એક પેટા ચૂંટણી કરવાની ફરજ પડશે. ગુજરાતમાંથી થરાદ બેઠકના ધારાસભ્ય પરબત પટેલ, ધારાસભ્ય ભરત ડાભી, અમરાઈવાડી બેઠકના ધારાસભ્ય હસમુખ પટેલ અને પંચમહાલના લુણાવાડા બેઠકના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ સંસદ સભ્ય તરીકે ચૂંટાતા આજે વિધાનસભાના અધ્યક્ષને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા.આ અંગે વાત કરતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, આ ધારાસભ્યો દ્વારા આજે રાજીનામાં સોંપવામાં આવ્યા હતા. હવે ગુજરાતમાં ભાજપના 100 ધારાસભ્ય, કૉંગ્રેસના 71 ધારાસભ્ય સહિત અન્ય મળીને હાલમાં રાજ્યમાં સાત વિધાનસભાની સીટ ખાલી પડી છે. જેમાં હાલમાં ચાર ધારાસભ્ય જે સીટ ઉપરથી રાજીનામું આપે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા પબુભા માણેકની બેઠક ઉપર ફોર્મ રદ કરવાનો મામલો આવતા તે બેઠક પણ ખાલી પડી છે. મોરવાહડપના ધારાસભ્ય દ્વારા ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેને કારણે તેમનું પણ ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. તેથી આ બેઠક પણ ખાલી પડી છે. જ્યારે તાલાલામાં ભગાભાઈ બારડની બેઠક ખાલી થઈ છે.અહીં ઉલ્લેખનીય છે કે, થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ હાલ કેબિનેટ બેઠકમાં જોડાયેલા હોવાના કારણે બપોર બાદ અધ્યક્ષને રાજીનામું આપશે.