ગૌસંવર્ધન મૂદ્દે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ચીંતા વ્યક્ત કરી છે. આ માટે તેમમએ રાજ્ય સરકારને પત્ર લખી રજુઆત કરી છે. પરેશ ધાનાણીએ લખેલા પત્ર મુજબ રાજ્યમાં ગાયના નામે રાજનીતિ કરવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં ગાયની કોઈને કંઈ પડી નથી. કારણ કે, રાજ્યમાં 667 ગૌશાળાઓ કાર્યરત છે જે પૈકી માત્ર ૩૦ ટકાને જ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ગૌશાળાઓને કોઈ પણ પ્રકારની સબસીડી કે સહાય આપવામાં આવતી નથી. ઉપરાંત રાજ્ય સરકારે ગૌચર ડેવલોપમેન્ટ કરવાની જાહેરાત વર્ષ 2015-16 માં કરી હતી જેમાં વર્ષ 2015-16માં 386, વર્ષ 2016-17માં 24 ગામ જ્યારે વર્ષ 2017-18માં એક પણ ગામને ગૌચર વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી. રાજ્યમાં એનિમલ વેલ્ફેર બોર્ડની રચના વર્ષ 2013માં કરવામાં આવી છે પરંતુ એક એક વર્ષ સુધી બોર્ડની મીટીંગ પણ મળતી નથી. તેવા આક્ષેપ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ કરતા ખળભળાટ થયો છે.
![paresh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3405482_paresh.jpg)
ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર ફરતા પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યો હતું. આ અભિયાન સામે પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને ટોણો મારતા જણાવ્યું હતું કે, પશુઓને પકડવા ના બદલે ઘાસચારો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની જરુર છે. આ ઉપરાંત છેલ્લા અઢી વર્ષમાં આખા રાજ્યમાંથી 129 ગામોના ગૌચર સરકારી રેકોર્ડ ઉપરથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. સરકારની આ બેધારી નીતિ સામે ધાનાણીએ ગંભીર સવાલો ઉભા કરી જવાબ માગ્યો છે.