ETV Bharat / state

અધ્યક્ષના નિર્ણયનું સન્માન કરું છું પરંતું સત્રમાં સમય ફેરફાર યોગ્ય નથી : વિક્રમ માડમ

author img

By

Published : Jul 18, 2019, 1:51 PM IST

ગાંધીનગર: વિધાનસભામાં ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે હવે એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. પરંતુ અધ્યક્ષ દ્વારા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે વિરોધ પક્ષમાં સમયના ફેરફારને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો

વિધાનસભા બેઠકના સમયમાં કરાયેલા ફેરફાર સંદર્ભે વિક્રમ માડમે જણાવ્યું હતું કે, આજે સવારમાં દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. અધ્યક્ષનો નિર્ણય આખરી હોય છે અને અધ્યક્ષનાં નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને હું પણ તેમનું સન્માન કરું છું. અધ્યક્ષનાં નિર્ણયની કોઈ ટીપ્પણી ન હોય પરંતુ એક સારી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઇ હતી. આખો દેશ સવારમાં ઉઠીને કામે લાગી જતો હોય, પાર્લામેન્ટ પણ 11 વાગ્યે શરૂ થઈ જતી હોય છે. ત્યારે ભૂતકાળમાં વિધાનસભાનું કાર્ય 12 વાગ્યે શરૂ થતું હતું, જ્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો ત્યારે બધા સભ્યો સાથે ચર્ચા કરીને એક માહોલ ઊભો કરી સમયમાં ફેરફાર કરાવ્યો હતો.

સંસદ 11 વાગ્યે શરુ થતી હોય ત્યારે વિધાનસભા 12 વાગ્યે શા માટે ? : વિક્રમ માડમ

તેમણે ઉમેર્યું હતું કે, દુઃખ સાથે મારે કહેવું પડે છે કે, વિધાનસભાના સમયમાં કરેલા ફેરફારનો નિર્ણય ખોટો છે. અધ્યક્ષે જ કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની મંજૂરીથી આ સમયના ફેરફાર કર્યો છે તો તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી? તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, મેં અમારા પાર્ટીના પ્રમુખ સાથે પણ વાત કરી અને પરેશભાઈ ધાનાણીએ પણ તમામ ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને મંજૂરી આપવી જોઈએ. ૭૦ ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જો તેમણે આ નિર્ણય લીધો હોય તો પરેશભાઈ ધાનાણીનો નિર્ણય પણ ખોટો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Intro:હેડિંગ) અધ્યક્ષના નિર્ણયનો સન્માન કરું છું પરંતું સત્રમાં સમય ફેરફાર યોગ્ય નથી : વિક્રમ માડમ

ગાંધીનગર,
વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે હવે એક સપ્તાહ જેટલો સમય બાકી છે પરંતુ અધ્યક્ષ દ્વારા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે વિરોધ પક્ષમાં ક્યાંક સમયને લઈને કચવાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભા બેઠકના સમયમાં કરેલા ફેરફાર સંદર્ભે વિક્રમ માડમે જણાવ્યું હતું કે, આજે સવારમાં દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. અધ્યક્ષનો નિર્ણય આખરી હોય છે અને અધ્યક્ષનાં નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને હું પણ તેમનું સન્માન કરું છું. અધ્યક્ષનાં નિર્ણયની કોઈ ટીપ્પણી ન હોય પરંતુ એક સારી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઇ હતી. આખો દેશ સવારમાં ઉઠીને કામે લાગી જતો હોય, પાર્લામેન્ટ પણ 11 વાગ્યે શરૂ થઈ જતી હોય ત્યારે ભૂતકાળમાં વિધાનસભાનું કાર્ય 12 વાગ્યે શરૂ થતું હતું, જ્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો ત્યારે બધા સભ્યો સાથે ચર્ચા કરીને એક માહોલ ઊભો કરી સમયમાં ફેરફાર કરાવ્યો હતો. ત્યારબાદ વિધાનસભા 11 વાગે શરૂ થવાની થઈ પણ ગઇ હતી. Body:વિધાનસભા કયા કારણોસર ? કયા મિનિસ્ટરને તકલીફ પડે છે? કયા મિનિસ્ટર સમયસર પહોંચી નથી શકતા? કે તેઓ રાતે શું કરે છે તે મને નથી. પરંતુ આજે એવું કહેવામાં આવ્યું કે બધાને વિશ્વાસમાં લઈને સમયમાં ફેરફાર કરવામાં આવે છે, આવતીકાલથી હવે પછીનું વિધાનસભાનું સત્ર 12 વાગ્યે શરૂ થશે, બપોરે 2થી 3 લંચ પડશે. સંસદ 11 વાગે શરૂ થઈ જતી હોય તો વિધાનસભા 11 વાગે શા માટે ? આ પ્રશ્ન ઘણા બધા ધારાસભ્યોને ખૂચતો પ્રશ્ન છે. તેઓ પોતાના મત વિસ્તારમાં પણ ફરી શકશે નહીં અને બપોરે પોણા ત્રણ વાગ્યે રોટલા ભેગા થશે. અમારે મત વિસ્તારમાં પણ ઘણા કામો હોય છે. ત્યાં કેવી રીતે જઈ શકીએ તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.Conclusion:તેમણે ઉમેર્યું હતું કે, દુઃખ સાથે મારે કહેવું પડે છે કે, વિધાનસભાના સમયમાં કરેલા ફેરફારનો નિર્ણય ખોટો છે. અધ્યક્ષે જ કહ્યું હતું કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની મંજૂરીથી આ સમયના ફેરફાર કર્યો છે તો તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી? તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, મેં અમારા પાર્ટીના પ્રમુખ સાથે પણ વાત કરી અને પરેશભાઈ ધાનાણીએ પણ તમામ ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને મંજૂરી આપવી જોઈએ. ૭૦ ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જો તેમણે આ નિર્ણય લીધો હોય તો પરેશભાઈ ધાનાણીનો નિર્ણય પણ ખોટો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

બાઈક વિક્રમ માડમ ધારાસભ્ય કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.