જ્યારે ચૂંટણીમાં વિજય થયા બાદ અને શપથ ગ્રહણ પહેલા આશીર્વાદ લેવા નરેન્દ્ર મોદી માતા હિરા બાને મળવા આવ્યા હતા. 26મી મેના ગુજરાતમાં અભિવાદન સમારોહમાં હાજરી આપી તો ત્યાંથી સીધા તેઓ ગાંધીનગરના ખાતે આવેલા માતાના નિવાસ સ્થાને આર્શીવાદ લેવા ગયા હતા.
ટીવી પર પુત્રને શપથ લેતા જોઈને ભાવુક થયેલા હિરાબાની તસવીર ટ્વીટર અને ફેસબુક પર વાયરલ થઈ હતી. દરેક માતા માટે પુત્રની સફળતાનું અનોખું મહત્વ હોય છે તેવી જ રીતે વડાપ્રધાન મોદીના માતા હિરાબા પણ હંમેશા તેમની સફળતાના પૂરક રહ્યાં છે.