હંદવાડાનાં બાબાગુંડમાં સૈન્ય અને આતંકવાદિઓ વચ્ચે શુક્રવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે, જેમાં સતત ત્રીજા દિવસે સૈન્યના 4 જવાનો શહિદ થઈ ગયા છે.
વાસ્તવમાંમાં જોઈએ તો શુક્રવારે મોડી રાત્રે સૈન્યના હંદવાડા વિસ્તારના એક ગામમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. બંને તરફથી શનિવાર સવાર સુધી ફાયરીંગ ચાલી હતી અને ત્યારબાદ અચાનક ફાયરીંગ બંધ થઈ ગયું હતું.
સુરક્ષાદળોએ આતંકવાદીઓ જે ઘરમાં છુપાયા હતા તે સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાની 22 RR, 92 બટાલિયન CRPF અને SOGની ટુકડીઓએ આ ઓપરેશન ચલાવ્યુ હતુ.
અચાનક થયેલા આ હુમલામાં CRPFનાં એક ઇન્સપેક્ટર સહીત બે સુરક્ષાકર્મી અને જમ્મૂ-કાશ્મીર પોલીસના 2 જવાન શહીદ થઈ ગયા છે. ત્યારબાદ સુરક્ષાદળો આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યુ છે કે, કેટલાક આતંકવાદીઓ રહેણાંક વિસ્તારમાં છુપાયેલા છે. સુરક્ષાદળોની કાર્યવાહીથી આતંકીઓને આશ્રયસ્થાન આપનારા બે ઘરને નુકસાન થયું છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.