મંગળવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે ભારતીય લડાકુ જેટ વિમાનોએ LOC પાર કરીને આતંકવાદીઓના શિબિર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1000 KG બોમ આતંકીઓના કેંપ પર ફેંકવામાં આવ્યા હતા. આતંકીઓના ટેરર લોંચ પેડ પણ તબાહ કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
આથી દરિયા વિસ્તારમાં પણ એસઓજી બૉમ્બ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયા છે ભીડભાડ વાળા સ્થળો પર ખાસ ચેકીંગ હાથ ધરાયુ છે. પ્રાપ્ત વિગત મુજબ કોસ્ટગાર્ડ નેવી અને મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા કડક દરિયાઈ સુરક્ષા રાખવામાં આવી છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાર મોટા યુદ્ધ જહાજો અને અન્ય ચાર નાના યુદ્ધ જહાજો ઉપરાંત મરીન સિક્યુરિટીની 3 પેટ્રોલિંગ બોટ પોરબંદરના દરિયા કિનારા પણ ગોઠવી દેવાઈ છે.
આ ઉપરાંત માછીમાઓને પણ ઇમરજન્સી સૂચના આપી ભારતીય દરિયાઈ જળ સીમા પર થી નજીક આવી જવાની સૂચના આપવામાં આવી છે અને કોઈ શંકાસ્પદ બોટ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા કોસ્ટ ગાર્ડ ને જાણ કરવાની સૂચના અપાઈ છે તો કોસ્ટ ગાર્ડ અને માછીમારો સાથે એક ખાસ મિટિંગ પણ બોલાવવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં કોઈ ખાસ એલર્ટ આવે તો માછીમારો ને સતર્ક રહેવા જણાવાયું હતું.