ETV Bharat / state

ગાંધીનગર બેઠકના 1975 EVM સ્ટ્રોંગરૂમમાં સીલ, મુકાયો ચાંપતો બંદોબસ્ત - voting

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર જંગી મતદાન થયું છે. તમામ ઈલેકટ્રોનિક વોટિંગ મશીન ગાંધીનગર સ્થિત સરકારી કૉલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં લાવી દેવામાં આવ્યા છે.

EVM મશીન સીલ કરવાની કામગીરી
author img

By

Published : Apr 24, 2019, 3:45 PM IST

લોકસભા બેઠક પર 1975 EVM મશીન દ્વારા મતદાન થયું હતું. ત્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનોની હાજરીમાં EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.

EVM મશીન સીલ કરવાની કામગીરી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું કે, EVM ઉપર 24 કલાક નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ત્યારે 39 CCTV કેમેરા દ્વારા કોઈપણ પ્રકારના છીંડા જોવા ન મળે તો માટે નજર રાખવામાં આવી રહી છે. જ્યારે સ્ટ્રોંગની રૂમની અંદરના વીજ કનેક્શન પણ ખોલી નાખવામાં આવ્યા છે.

લોકસભા બેઠક પર 1975 EVM મશીન દ્વારા મતદાન થયું હતું. ત્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનોની હાજરીમાં EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.

EVM મશીન સીલ કરવાની કામગીરી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું કે, EVM ઉપર 24 કલાક નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ત્યારે 39 CCTV કેમેરા દ્વારા કોઈપણ પ્રકારના છીંડા જોવા ન મળે તો માટે નજર રાખવામાં આવી રહી છે. જ્યારે સ્ટ્રોંગની રૂમની અંદરના વીજ કનેક્શન પણ ખોલી નાખવામાં આવ્યા છે.

Intro:હેડિંગ) ગાંધીનગર લોકસભા બેઠકના 1975 ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ, કંટ્રોલ કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક રખાશે નજર

ગાંધીનગર,

લોકસભાની ચૂંટણી મતદાન પૂર્ણ થઇ ગયું છે, અત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર જંગી મતદાન થયું છે. ત્યારે તમામ ઈલેકટ્રોનિક વોટિંગ મશીન ગાંધીનગર સ્થિત સરકારી કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં લાવી દેવામાં આવ્યા છે. લોકસભા બેઠક પર 1975 ઇવીએમ મશીન દ્વારા મતદાન થયું હતું. ત્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનોની હાજરીમાં આજે સોમવારે ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ કે લાંગાએ કહ્યું કે, ઇવીએમ ઉપર 24 કલાક નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે 39 સીસીટીવી કેમેરા દ્વારા કોઈપણ પ્રકારના છીંડા જોવા ના મળે તે માટે નજર રાખવામાં આવી રહી છે. જ્યારે સ્ટ્રોંગની રૂમની અંદરના વીજ કનેક્શન પણ ખોલી નાખવામાં આવ્યા છે.


Body:ગાંધીનગર લોકસભા બેઠક ઉપર સાત વિધાનસભા મત વિસ્તાર આવે છે. ગાંધીનગર ઉત્તર કલોલ, સાણંદ, સાબરમતી, ઘાટલોડિયા, વેજલપુર અને નારણપુરાનો સમાવેશ થાય છે. આ તમામ મતવિસ્તારના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ગાંધીનગર સ્થિત સરકારી કોલેજમાં બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં લાવી દેવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ નો નિરીક્ષણ આજે સોમવારે ઓબ્ઝર્વર અને જિલ્લા કલેકટર ની હાજરીમાં કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ દ્વારા લાખ વડે સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનો દ્વારા આ રુમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે લાગાએ કહ્યું કે, હવે આ ઇવીએમ 23 મેના રોજ ખોલવામાં આવશે. જ્યારે આ એક મહિનાના સમયગાળા દરમિયાન રાજકીય પાર્ટીઓના આગેવાનો સ્ટ્રોંગ રૂમ નું નિરીક્ષણ કરવા માગતા હોય તો તેઓ બહારથી કરી શકે છે પરંતુ તેના માટે જરૂરી મંજૂરી મેળવવી પડશે.


Conclusion:ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી પરંતુ ગાંધીનગર તાલુકામાં આવેલ આજે ચેખલારાણી ગામ દ્વારા મતદાન શરૂ થાય, ત્યારે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો ગામમાં જરૂરી સુવિધા ના અભાવે ગામલોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આગેવાનો અને અધિકારીઓ દ્વારા સમજાવતા આ મામલો થાળે પડયો હતો અને મતદાન શરૂ થઈ ગયું હતું. સાણંદના એક ગામમાં બોગસ વોટિંગનો વિડીયો વાયરલ થયો છે. તેને લઈને અધિકારીએ કહ્યું કે આ વિડીયો અગાઉની કોઈ ચૂંટણીનો છે. તપાસ કરાયા બાદ અમને જાણવા મળ્યું છે કે સાણંદના ગામનો વિડીયો નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.