ભાજપ સરકારમાં દેશમાં શિક્ષણ લેવાની ગુજરાતનો ક્રમ સતત નીચે ઉતરતો જઈ રહ્યા છે. શિક્ષણ સુધારવાની વાતો થઈ રહી છે. પરંતુ તે બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સરકાર દ્વારા ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ સરકારી શાળાનો વિકાસ કરવા માટે તેમની પાસે કોઇ પ્લાન તૈયાર હોતો નથી. હવે શિક્ષણ બાબતે ઘેરાયેલી સરકારના સંવેદનશીલ મુખ્યપ્રધાન રાજ્યની 32 શાળા ઉપર સીધી નજર રાખે શાળાના શિક્ષકો તેની કામગીરી ઉપર ચોકીદારની જેમ વોચ રાખશે. રાજ્યમાં બે લાખ શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરવામાં આવશે.
શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવએ કહ્યુ કે, રાજ્યમાં 3500 CRC અને BRC શિક્ષકોને ટેબલેટ આપવામાં આવશે. જેના કારણે શાળાનો ડે ટુ ડે શૈક્ષણિક રિપોર્ટ મોકલવામાં સરળતા રહેશે. ટેબલેટની GPS એસ કંટ્રોલના આધારે CRC અને BRC શિક્ષકોને ટ્રેક કરી શકશે. આ ડેટાના આધારે શૈક્ષણિક પ્રવૃત્તિનું એનાલિસિસ કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવૃતિમાં ગોબાચારી કરનાર શાળા અને શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના 32750 શિક્ષકોની હાજરીનું એનાલિસિસ કરવામાં આવશે. ટેબલેટ થકી સ્કૂલના શિક્ષક દિવસ દરમિયાન બાળકોને શુ શિક્ષણ આપે છે તેનું રિપોર્ટિંગ BRC અને CRC એ કંટ્રોલ રૂમમાં કરવાનું રહેશે. આ રિપોર્ટ આધારે જે સ્કૂલમાં નબળી શિક્ષણ કામગીરી હશે તે સ્કૂલના શિક્ષકો સામે પગલાં ભરવામાં આવશે. સ્કૂલના તમામ અભ્યાસક્રમ અને બાળકોના ગુણાકનું પણ મોનીટરીંગ કરવામાં આવશે.