સમગ્ર રાજ્યમાં એક પછી એક દલિત સમાજ પર હુમલાઓ થઈ રહ્યાં છે. ત્ચારે સરકાર દ્વારા આ બાબતે કડીના લહોર ગામમાં થયેલા હુમલામાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન D.Y.S.P ફાલ્ગુની પટેલ દ્વારા અપશબ્દોમાં બોલવામાં આવ્યા હતા, પોતાનો હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોય તેવું વાયરલ વીડિયોમાં જોવા મળતું હતું. પોલીસ વિભાગ પોતાની ફરજ બજાવવામાં ચૂકી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું હતું. પરિણામે ગુરૂવારના રોજ દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્ય સચિવ સમક્ષ ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
જે સંદર્ભે દલિત આગેવાન કેવલ રાઠોડે કહ્યું કે ખંભીસરમાં D.Y.S.P ફાલ્ગુની પટેલ લાજવાને બાજે બદલે ગાજી રહ્યાં હતા. પરિણામે તેમની સામે તાત્કાલિક અસરથી FIR દાખલ કરવામાં આવે, રાજ્યમાં દલિતોના વરઘોડા રોકવામાં આવેલ આવી રહ્યાં છે, તે એક પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તો આ અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિત સમાજના વરઘોડા મામલે સરકાર કામગીરી કરી રહી છે. પરંતુ ગઈ કાલ મોડી રાત્રે પણ ખેડા જિલ્લામાં દલિત સમાજના વરઘોડા પર હુમલાઓ કરવામાં આવ્યા છે. સામાજિક સમરસતા જાળવી રાખવા કમિટીઓ બનાવવાની વાત કરવામાં આવી છે. તેમ છતાં પણ દલિતો પર હુમલાઓ અટકતા નથી.