પ્રતાપ દુધાતે ખેડૂતોની હાલત બાબતે ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેડૂતોના દીકરાને કોઈ દિકરી દેવા તૈયાર નથી. ગામડામાં હીરા ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. જ્યારે સાવરકુંડલામાં GIDC આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પણ વર્ષો વિતી ગયા હોવા છતાં પણ મળી નથી. તારાપુરથી બોરસદનો રોડ મરણ પથારીએ છે. તેમ છતાં પણ સરકારે બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી.
રાજ્યમાં મધ્યમ સામાન્ય વર્ગ ખતમ થઈ રહ્યો છે, ડાયમંડ ઉદ્યોગ બંદ થઈ રહ્યા છે. આ સરકારની અંદર લોકો લાઈનોમાં જ હોય છે. ખેડૂતોને ઉતારાને બદલે સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. આ તમામ કામ કરવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેથી સરકારે 'અમે 2 અમારા 2' ના બદલે 'અમે 2 અમારા 3' નું સૂત્ર કરવાનું સૂચન પ્રતાપ દૂધાતે કર્યું હતું.