બોટાદ: બોટાદની ખાનગી બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા હપ્તા ભરવાનું દબાણ કરાતા મહિલાઓએ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું.
કોરોના વાઇરસની મહામારીમાં સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખાનગી તેમજ સરકારી બેન્કોને, લોન ધારક ગ્રાહકો પ્રત્યે કૂણું વલણ દાખવવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ ત્રણ મહિના સુધી લોનના હપ્તા ભરવાની સમય મર્યાદા વધારી આપવા પણ જણાવવામાં આવ્યું હતું.
![બોટાદમાં ખાનગી બેન્કો દ્વારા લોનના હપ્તાની ભરપાઈ માટે દબાણ કરાતા મહિલાઓએ આવેદનપત્ર પાઠવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-01-btd-botadbank-gj10028_02062020184916_0206f_1591103956_551.png)
બોટાદમાં ફાઈનાન્સ કંપનીઓ અને ખાનગી બેંક દ્વારા ગૃહ ઉદ્યોગ કે નાના વ્યવસાય માટે આપવામાં આવેલા લોનના હપ્તા ભરપાઈ કરવા માટે કર્મચારીઓ દ્વારા સખતાઈથી ઉઘરાણી કરતા લોન ધારક મહિલાઓ દ્વારા કલેક્ટર બોટાદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.