ETV Bharat / state

સરકારીની વોટર વર્કસ શાખાનું જ લાખો રૂપિયાનું બિલ બાકી, લોકો પાસેથી પૈસા લેવામાં માહિર - બોટાદમાં સરકારી કચેરીઓ

નગરપાલિકા વોટર વર્કસ શાખાના લાખોના બાકી હોવાના કારણે કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. આ બિલ સામાન્ય લોકોનું નહિ પરંતુ સરકારી કચેરીઓનું બાકી છે જે જાણીને તમને નવાઇ લાગશે. છેવટે બિલ ના ભરાતા કારણે કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.

પૈસા ઉઘરાવવામાં માહિર, સરકારી કચેરીઓનો વોટર વર્કસ શાખાના લાખો રૂપિયાના બિલ બાકી, પ્રજાના પૈસા ઉધરાવામાં માહિર

author img

By

Published : Feb 9, 2023, 10:07 AM IST

બોટાદ: પીજીવીસીએલ વિભાગ દ્રારા બોટાદ નગરપાલિકાનું લાખો રૂપિયાનું વોટર વર્કશ શાખાનું બિલ બાકી હોવાના કારણે કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. વીજ કનેક્શન કપાતા પાણીની સમસ્યા સર્જાશે. તેવી આપી ચીફ ઓફિસરે માહિતી આપી હતી. સરકારી કચેરીના પણ લાખો રૂપિયાના બિલ બાકી હોવાની પીજીવીસીએલ વિભાગના અધિકારીએ આપી માહિતી.

આ પણ વાંચો Botad murder case: બોટાદ હત્યાના 6 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

વીજબિલની રકમ બાકી: બોટાદ પીજીવીસીએલ કચેરી દ્રારા બોટાદ વોટર વર્કસ વિભાગના વીજબિલની રકમ બાકી હોવાને લઈ અનેક વખત જાણ કરવામાં આવેલી તેમ છતાં આજદિન સુધી નગરપાલિકાનું લાખો રૂપિયાનું વીજબિલ બાકી હોવાના કારણે નગરપાલિકા દ્વારા તે રકમ ભરપાઈ નહિ કરતા અંતે પીજીવીસીએલ કચેરી દ્વારા લાલ આંખ કરી વોટર વર્ષ વિભાગનું કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી વીજ કનેક્શન કાપ્યું.

નોટિસ મારફત જાણ: બોટાદ નગરપાલિકા વોટર વર્કસ વિભાગનો સાળંગપુર રોડ કપલીધર પાસે આવેલ સંપમાં ચાર એચ ટી અને એક એલડી એમ મળી કુલ પાંચ વીજ કનેક્શન આ સંપ ખાતે ધરાવે છે. જે વીજ કનેક્શન પેટે કુલ રકમ ₹1,82,20,270 ભરવાની બાકી હોય જે બાબતે અવારનવાર પીજીવીસીએલ કચેરી દ્વારા નગરપાલિકાને નોટિસ મારફત જાણ કરવામાં આવતી.

બાકી રકમની ભરપાઈ: વીજ બિલની બાકી રકમની ભરપાઈ ન થતા અંતે પીજીવીસીએલ દ્વારા 24 કલાકમાં રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ પણ નગરપાલિકા દ્વારા રકમ ભરપાઈ ન કરતા પીજીવીસીએલ કચેરીના સર્કલ ઓફિસરના આદેશ મુજબ સાળંગપુર રોડ પર આવેલ વોટર વર્ક શાખાના સંપ પર આવેલ કનેક્શનમાં ગ્રાહક નંબર 24,201 જે 200 કિલોમીટરનું કનેક્શન છે. જે વીજ કનેક્શનની બાકી રકમ 61,28,912 નીકળતી હોવાના કારણે જે કનેક્શન પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા કાપવામાં આવ્યું છે.

બિલ ન ભરાયું: બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાને નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કપાયેલ કનેક્શન બાબતે પૂછતા તેમણે વારંવાર પીજીવીસીએલ દ્વારા નોટિસ આપવામાં આવેલ. તે બાબત તેમજ રકમ બાકી હોવાનું શિકારેલ તેમજ આ વીજ કનેક્શન કપાવવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે. તે પ્રમાણેની વાત સાથે આપ્યું નિવેદન તેમજ પીજીવીસીએલ કચેરી દ્વારા રકમને લઈ હપ્તા સિસ્ટમ કરી આપવામાં આવે. તે મુજબ હપ્તા ભરશું તેવું જણાવેલ હાલમાં નગરપાલિકા પાસે સ્વ ભંડોળ ન હોવાના કારણે આ બિલ ન ભરાયું હોય તેવું આપ્યું નિવેદન.

આ પણ વાંચો બાલાસિનોર લોકડાઉનમાં કોંગ્રેસ દ્વારા વીજબિલ, પાલિકા વેરો, અને શિક્ષણ ફી માફ કરવા આવેદન પાઠવ્યું

નગરપાલિકાને લાખો રૂપિયાના બાકી બિલ બાબતે અવારનવાર નોટિસ તેમજ જાણ કરવામાં આવવા છતાં બીલ ભરેલ ન હોય આ વીજ પુરવઠો કાપવામાં આવેલ છે. તેમજ અન્ય સરકારી કચેરીઓમાં પણ બાકી બિલ હોવાના કારણે કાર્યવાહી થઈ શકે છે ત્યારે ગુજરાત વોટર વર્ક્સ વિભાગનું પણ લાખો રૂપિયાનું બિલ બાકી હોય તે ભરપાઈ કરે નહીંતર આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.--બોટાદ પીજીવીસીએલ કચેરીના ઓફિસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.