બોટાદઃ જિલ્લાના યુવાને તેલના ખાલી ડબ્બામાંથી 100 ચકલી ઘર બનાવી વિવિધ વિસ્તારોમાં વિતરણ કર્યું છે. શહેરના તુરખા રોડ મેઘાણી નગરમાં રહેતા મનોજભાઈ હરગોવિંદભાઈ કણજરીયા દ્વારા વેસ્ટ તેલના ડબ્બામાંથી પક્ષીઓને દાણા અને પાણી મળી રહે તેવા પક્ષી ઘર બનાવી બોટાદના શનિદેવ, અમરનગર, ગગજીની ઝુપડી, જાગતા હનુમાન, સિધ્ધનાથનગર, વજુભાઇની વાડી, ભગવાનપરા, શિવપરા, ગુરુકુળ, હિફલી સ્વામિનારાયણનગર, ઘનશ્યામનગર, સીતારામ નગર, શંકરપરા, ગાયત્રીનગર, પાંચપાડા, માર્કેટિંગયાડ, એસ.ટી.ડેપો, રોકડિયા હનુમાન વગેરે જેવા વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે.
જ્યાં-જ્યાં રોજ પક્ષીઓને ચણ અને પાણી નાખતા હોય તેવી જગ્યાઓએ ચકલી ઘર મૂકયા છે.