- પ્રથમ તબક્કામાં મળ્યા 4000 ડોઝ
- બે પોઈન્ટ પર આપવામાં આવશે કોરોનાવેક્સિન
- બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ અને ભીમનાથ આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવશે
બોટાદ :કોરોના વાયરસની વેક્સિન બોટાદ પહોંચી છે.બોટાદમાં પ્રથમ તબક્કામાં 4000 ડોઝ મળ્યા છો. જિલ્લામાં બે પોઈન્ટ પર વેક્શીન આપવામાં આવશે.રાજ્ય સરકારની ગાઈડ લાઇન મળ્યા બાદ વધુ પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.આરોગ્ય વિભાગ તમામ સૂચના મુજબ કામ કરવા તૈયાર છે.
સ્ટોરેજ માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રૂમની વ્યવસ્થા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે વેક્સિન ક્યારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાલ વેક્સિનનો પ્રથમ તબક્કાનો ડોઝ અલગ અલગ જિલ્લામાં પહોંચે તે પ્રમાણે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનગર ખાતે થી બોટાદ ને પ્રથમ તબક્કામાં 4000વેક્સિનના ડોઝ મળ્યો છે.જેના સ્ટોરેજ માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.જે રૂમમાં ત્રણ સ્ટોરેજ ફ્રીજ રાખવામાં આવેલ અને જરૂરી ટેમ્પરેચર ની વ્યવસ્થા સાથે વેક્સિન ની સંપૂર્ણ કાળજી રહે અને લોકો સુધી વેકશીન પહોંચે તે મુજબ નું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે.
પ્રથમ તબક્કામાં આરોગ્ય અધિકારી અને કર્મચારીઓને આ ડોઝ અપાશે
પ્રથમ તબક્કામાં મળેલ 4000 ડોઝ માટે હાલ જિલ્લામાં બે પોઈન્ટ પરવેક્સિન આપવામાં આવશે. જેમાં બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે તેમજ ભીમનાથ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન આપવામાં આવશે.હાલ મળેલ આ વેક્સિનનો પ્રથમ તબક્કામાં આરોગ્ય અધિકારી અને કર્મચારીઓને આ ડોઝ આપવામાં આવશે.તેમજ આગામી દિવસોમાં સરકાર ની ગાઈડ લાઇન મુજબ આપવામાં આવતા વેક્સિન અલગ અલગ પોઈન્ટમાં લોકો ને મળી રહે તે માટે આરોગ્ય વિભાગ ની જિલ્લાની ટીમ સક્ષમ છે. તેવું જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ નિવેદન આપ્યું છે.