- પેટ્રોલ-ડીઝલના ભાવ ( price of petrol and diesel ) વધતા ટ્રાન્સપોર્ટ માલિકોની હાલત કફોડી
- 30 વાહનો હતા તેમની પાસે આજે 10થી 15 વાહનો રહ્યા
- ટ્રાન્સપોર્ટ માલિકોના 50 ટકા વાહનો હાલ બંધ હાલતમાં
બોટાદ: પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને ગઢડાના ઢસા ગામમાં આવેલા ટ્રાન્સપોર્ટના ધંધા પર અસર જોવા મળી છે. ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ માલિકોના 50 ટકા વાહનો હાલ બંધ હાલતમાં છે. જેથી પાર્સલમાં ભાવ વધારો ગ્રાહક પાસેથી મળતો નથી. જેના કારણે આવક કરતા ખર્ચ વધુ થતા હાલ ટ્રાન્સપોર્ટ માલિક ચિંતામાં મુકાયા છે.
ટ્રાન્સપોર્ટના ધંધા પર જોવા મળી અસર
દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ( price of petrol and diesel ) લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા ટ્રાન્સપોર્ટ માલિકોની હાલત કફોડી બની છે. પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને ટ્રાન્સપોર્ટના ( transportation ) ધંધા પર અસર જોવા મળી છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન
આવક કરતા ખર્ચ વધુ થતા હાલ ટ્રાન્સપોર્ટ માલિક ચિંતામાં
છેલ્લા 25 વર્ષથી ટ્રાન્સપોર્ટના ( transportation ) ધંધા સાથે સંકળાયેલા વિરમભાઈ કે જેમની પાસે આજે 30 જેટલા વાહનો છે. આજે તેમાંથી 10થી 15 વાહનો બંધ રહે છે. તો અન્ય એક વિપુલભાઈ કે જેમની પાસે 15 વાહનો છે. તેમના 10 જેટલા વાહનો હાલ બંધ હાલતમાં છે. હાલ ડીઝલના વધતા જતા ભાવને લઈને પાર્સલમાં ભાવવધારો ગ્રાહક પાસેથી મળતો નથી. જેના કારણે આવક કરતા ખર્ચ વધુ થતા હાલ ટ્રાન્સપોર્ટ માલિક ચિંતામાં છે. આ સ્થિતિ વચ્ચે ધંધો ચાલુ રાખવો કે બંધ કરી અન્ય ધંધો શરૂ કરવો એ વાતની મુંજવણમાં છે.
આ પણ વાંચો: ડાંગમાં સુબિર અને વઘઇ તાલુકામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ